SearchBrowseAboutContactDonate
Page Preview
Page 152
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાખ્યાન ન, ૨૧ (મહિનાનું ઘર) શ્રાવણ સુદ ૬ ને શુક્રવાર તા. ૭-૮-૭૦ પરમ ઉપકારક, જગત ઉદ્ધારક, પરમ પિતા, પ્રભુ મહાવીર સ્વામીએ જગતના જીવા ઉપર પરમ અનુકપા કરી મુક્તિના ધારી માગ ખતાન્યે. જો તમને મુક્તિનું સુખ મેળવવાનું મન થયું હશે તેા ખંધનાથી મુક્ત થવાના પુરુષાથ કરશેા. અમે તમને સારામાં સારા સુખ આપવા માંગીએ પણ એ તમને કયાંથી ગમે? જેમ એક રાજા જંગલમાં ફરવા ગયા હતા. એ જગલમાં રખડતી એક ભિખારણુનુ સૌંદય જોઈ મુગ્ધ બની ગયા. રાજા કહે છે તારા જેવી સ્વરૂપવ'તીને ભીખ માંગવાની હાય ! એ ભિખારણને રાજા પેાતાના મહેલમાં લાવ્યેા અને પેાતાની મહારાણી મનાવી. આ મહારાણીને ખત્રીસ જાતનાં ભેાજન મળે છે. પહેરવા મેઘામૂલા વસ્ત્રો અને હીરાના દાગીના મળે છે. તેની સેવામાં દાસ-દાસીઓ હાજર રહે છે. હવે આવા સુખમાં રહેવાથી રાણીનું શરીર સારૂ રહેવું જોઈએ તેને બદલે તે દિવસે દિવસે સૂકાવા લાગી. રાણીનું શરીર સૂકાતુ જોઈ રાજાને ફિકર થવા લાગી. (કહેવત છે ને કે : ધણીની માનીતી ખાર ગાઉ ઉજ્જડ કરે.) આ રાણીને રાજ બત્રીસ પ્રકારના મિષ્ટાન્ન મળવા છતાં કેમ સૂકાવા લાગી એ તે તમે જાણા છે ને ? (સભામાંથી અવાજ : એને ભીખ માંગીને ખાવાની ટેવ પડી ગઈ હતી.) જેને માંગીને ખાવાની ટેવ પડી હાય તેને એ માંગીને લાવે ને ખાય ત્યારે જ સતાષ થાય. આ રાજા રાણીને માટે વૈદ્ય-ડાકટરો અને હકીમેા લાવ્યેા. કિંમતી દવાઓ મંગાવીને ખવડાવી, પણ રાણી સાજી થતી નથી. એટલે રાજા ગમગીન બની ગયા. રાજાને ગમગીન જોઈ પ્રધાન પૂછે છે બાપુ! આપ ઉદાસ કેમ છે ? રાજાએ ઉદાસીનતાનું કારણુ બતાવ્યું. આ પ્રધાન રાજકોટના શ્રાવકો જેવા ચતુર હતા. રાણીને સૂકાવાનું કારણ તે સમજી ગયા. રાજાને કહે છે, મને આ કામ સેાંપી દે. હું રાણીને સાજું મનાવી દઉં. રાજા કહે, ગમે તેમ કરે, પણ રાણીજીને સાજા કરો. પ્રધાને એક મકાનમાં ઘણાં ગેાખલાં બનાવ્યાં. તેમાં એક ગેાખલામાં શટલે તા ખીજામાં રેાટલી, ત્રીજામાં ચણા ને મમરા વગેરે મૂકાવીને રાણીને કહે છે, મા સાહેબ! આપ અહીં રહે।. આપની પાસે કોઈ પણ માણુસ આવશે નહિ. અને આપને અહીં શાંતિ રહેશે. એમ કહી રાણીને ત્યાં રાખ્યા. હવે આ રાણી બનેલી ભિખારણ ચેખલા પાસે જઇને “ બટકું આપે। મા-બાપ ! ” એમ માંગે છે અને ગેાખલામાં મૂકેલા રોટલા ને રાટલીનાં મટકાં ખાય છે. આ અટકા ખાવામાં એને ખૂબ જ આન≠ આવે છે, તેથી તેનું શરીર સારૂં થઈ ગયું.
SR No.023162
Book TitleSharda Parimal
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati, Kamlabai Mahasati
PublisherJivanlal Padamshi Sanghvi
Publication Year1971
Total Pages846
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy