SearchBrowseAboutContactDonate
Page Preview
Page 15
Loading...
Download File
Download File
Page Text
________________ આ સંસાર સુખમય છે કે દુઃખમય છે તેનું થર્મોમીટર વડે માપ કાઢવાનું છે. તમે જ અમને કહે છે ને કે મહાસતીજી! આ સંસારમાં કંઈ સાર નથી. ઘણું બહેને કહે છે કે મારી વહુ સારી નથી અને દિકરે પણ વહુને થઈ ગયો છે. પણ અમે તે કહીએ છીએ કે બહેન ! હવે શું પિકાર કરે છે ? તમે જ આ સંસારની જંજાળમાં બંધાવવા ખૂબ ધામધૂમ કરી, વાજા વગડાવી દિકરાને પરણાવ્યું. વહુના માથે હાથ મૂકીને કહ્યું કે વહુ બેટા! આ ઘર ને બાર તમારા છે. તે હવે દિકરે તેને થાય તેમાં શી નવાઈ મેહનીય કર્મને આ જીવને નશો ચડ્યો છે, તેથી તેને સત્ય સ્વરૂપનું ભાન થતું નથી, જીવ મહા મહનીય કર્મ કેટલા પ્રકારે બાંધે છે. ખબર છે ને ? ત્રીસ પ્રકારે. જુઓ સવારે દૂધ લેવા નીકળીએ ત્યારે કંઈક ઠેકાણે સંસારના નાટક જોવા મળે છે. બાપ દિકરાને રમાડતો હોય અને બેલે કે બાપા, તું કેમ રડે છે! અરે બાપ તું છે કે તે છે? સામે અરિસે હોય અને કંઈક ભાઈએ વાળ ઓળી, સારાં કપડાં પહેરીને જોતા હોય કે હું કે સુંદર દેખાવું છું ! ચામડીને શણગારવામાં કેટલે સમય બગાડે છે.? પહેલાં તે જમીન ઉપર જ રંગોળી પૂરાતી હતી પણ હવે તે પફ-પાવડર-લાલી ને લિસ્ટીક વડે બહેનના મેઢા ઉપર પણ રંગોળી પૂરાય છે. તમારો સંસાર રૂડે ને રંગીલે છે, એ આશામાં સુખનાં સ્વપ્નાં સેવી રહ્યા છે. પિણી જીંદગી વિતી ગઈ. હજી સુખ મળ્યું નહિ. કોઈ ભિખારીને, ધનવાનને કે મધ્યમને પૂછે કે તું સુખી છે? તે કઈ એમ નહિ કહે કે અમે સુખી છીએ. પણ અમારા આ સંત-સતીજીએને ભર નિદ્રામાંથી જગાડીને પૂછે કે તમે કેવા સુખી છે? તો તે કહેશે કે અમારા સુખની તે કાંઈ સીમા જ નથી. અમને તે કાલની પરવા નહિ. સવાર પડતાં જે જોઈએ તે દૂધ-કેફી બધું જ મળે, છતાં આસક્તિને છાંટો ન મળે. જે મળે તેમાં સંતોષ. કેમ કે અમને માનવ જીવનની મહત્તા સમજાણી છે. આ માનવ જીવન મેળવવા માટે કેટલાં કષ્ટો વેઠયાં! તે જેમ તેમ નથી મળ્યું. આ લીબડા, પીપળા, સંતરા, મોસંબી, ગાય કે બળદનાં વર્ષો જતાં નથી પણ માનવજીવનનાં જાય છે. તેત્રીસ સાગરોપમની સ્થિતિવાળા, એકાંત સમકિતી સર્વાર્થસિદ્ધ વિમાનમાં રહેલ દેવ જે ત્યાં બેઠા મહાવિદેહ ક્ષેત્રમાં રહેલા કેવળી ભગવંતને પ્રશ્ન પૂછે અને ભગવંત તેનું મનથી જ સમાધાન કરે એવા એકાવતારી દેવ પણ માનવજીવનની ઈચ્છા કરે છે. જ્યારે તમને તેની કિંમત સમજાઈ નથી. ગંગાજળના પવિત્ર પાણીને ખાળમાં નાખી રહ્યા છે. બહેનના કાનમાં પહેરેલું હીરાનું બુટિયું ખવાઈ જાય તે શોચ થાય છે, પણ આ માનવજીવનની સોનેરી ક્ષણે જતાં શેચ થતું નથી. કારનું બુટિયું ફરીને મળશે પણ આ અમૂલ્ય અવસર ફરીને નહીં મળે. વસ્તુની કિંમત સમય આવે જ સમજાય છે,
SR No.023162
Book TitleSharda Parimal
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati, Kamlabai Mahasati
PublisherJivanlal Padamshi Sanghvi
Publication Year1971
Total Pages846
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy