SearchBrowseAboutContactDonate
Page Preview
Page 146
Loading...
Download File
Download File
Page Text
________________ (૩૩ પ્રગટ થવાની તાકાત છે, તેા પેટી સાથે ઘણું થતાં અગ્નિ પ્રગટે છે. ઉદ્યાન જે શુદ્ધ હોય તે નિમિત્ત સહજ રીતે મળી જાય છે. જો અમે તમારૂં સ`થા કલ્યાણ કરી શકતા હાત તેા તમને કાઈ ને આ સંસારમાં રખડવા દ્વૈત નહિં. માટે અંદર જે ચૈતન્ય દેવ સૂતે તેને પડકાર કરીને જગાડા, કે હવે જાગ, કયાં સુધી અજ્ઞાનના અંધકારમાં અથડાઈશ ? કયાં સુધી મેાહનિદ્રામાં પડી રહીશ? જે અમૂલ્ય અવસર મળ્યા છે તેને આળખી તા. આ એ બાળકે વૃક્ષ ઉપર બેઠા બેડ! આત્મામાં લીન થયાં. અને તેમને જાતિ સ્મરણુ જ્ઞાન થયું. “અહા! આ સંતને તે આપણે વંદન કરવાં જોઈ એ, કારણ કે તેએ પાપભીરૂ બન્યા છે. અને અત્યાર સુધી તે દુઃખભીરૂ હતાં. આ જીવ અનત કાળથી તે દુઃખભીરૂ બનતા આવ્યા છે. કીડી- મકૈાડા-અળસીયાં-પશુપક્ષીમાં ગયા ત્યાં મધે દુ:ખભીરૂ બન્યા હતા પણ પાપભીરૂ બન્યા નથી. તમે પણ હજી દુ:ખભીરૂ છે. એ નખરના ચાપડા ન પકડાય, એ નંબરના નાણાં ન પકડાય, સરકાર દાડી ન પાડેતે માટે તમે સાવધાન રહે છે ! ત્યાં તમે કેટલાં દુઃખીરૂ અનેા છે. ? પણુ અશુભ ક રૂપી ચારે રાત-દિવસ તમારું આત્મિક ધન લુંટી રહ્યાં છે, તેની તમને જરાપણ ચિંતા થાય છે ? અહીથી છૂટીને એ ફીસે જાવ, દુકાને જાવ, ત્યાં તમને તમારા ધંધા યાદ આવે, ભૂખ લાગે ત્યારે ભાજન યાદ આવે, મિત્ર મળે તેા હરવા-ફરવાનું યાદ આવે, રવિવારને દિવસે નાટક અને સિનેમા યાદ આવે, મજારમાં જાવ ત્યારે વસ્તુ ખરીદવાનુ મન થાય, પણ પંચમહાવ્રતધારી સાધુને જોઈને તમને કાઈ દિવસ દીક્ષા યાદ આવે છે ખરી ? તપસ્વી વિજ્યામાઈ મહાસતીજીને આજે ચૌદમા ઉપવાસ છે. એમને જોઈ ને તમને ભાવ થાય છે કે આપણે પણુ માસખમણુ કરીએ! અનાદિ કાળથી ખાતાં આવ્યાં છીએ. ખાવું તે આત્માના સ્વભાવ નથી. પણ આત્માના સ્વભાવ તે અણુાહારક છે. જો આત્માના ખાવાના સ્વભાવ હોય તો સિદ્ધને પણ ખાવું પડત, પણ આ જીવ કયાં ફાંફાં મારી રહ્યો છે? તમને ચારિત્રવત સાધુને જોઈ ને ચારિત્ર યાદ આવતું નથી. પૈાષધ કરવાનું યાદ આવતુ નથી. પણ જો અહીં કાઈ મહેન નવી ડીઝાઈનની સાડી પહેરીને આવી અને તે જોઈ એટલે તરત જ એમ થાય કે હું પણ આવી સાડી ખરીદી લાવું. પણુ તપસ્વીને જોઈને એમ નથી થતું કે હું ઉપવાસ કરૂં, માસખમણુના માંડવડા નાંખવા માટે શુક્રવારે મહીનાના ધરના દિવસ આવી રહ્યો છે. વચમાં કાલના જ દિવસ છે. માટે તૈયારી કરી લેજો. જ્ઞાની પુરૂષ એ ચાર પ્રકારની સ’જ્ઞાને તેાડવા માટે ચાર સાધન બતાવ્યા છે. આહારસંજ્ઞાને તેાડવા માટે તપ છે. ભય સ ંજ્ઞાને તોડવામાટે અભયદાન છે.મૈથુન સ’જ્ઞાને તેાડવા માટે બ્રહ્મચર્યાં વ્રત છે. અને પરિગ્રહ સંજ્ઞાને તેાડવા માટે દાન છે. માટે આત્માની શુદ્ધિ કરો. આત્મપ્રદેશ પર કર્માંના મેલ જામી ગયા છે તેને ખંખેરવા માટે પુરૂષાર્થ કરવા પડશે.
SR No.023162
Book TitleSharda Parimal
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati, Kamlabai Mahasati
PublisherJivanlal Padamshi Sanghvi
Publication Year1971
Total Pages846
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy