SearchBrowseAboutContactDonate
Page Preview
Page 139
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬ અને આ જ મારે મિત્ર! તેમ વૈદ્યરાજને આઘાત લાગવાથી તે કેર્ટમાં ગયે નહિં, અને નાનો ભાઈ ગયો. જ્યારે નાને ભાઈ કેર્ટમાં હાજર થયે ત્યારે તેણે વકીલને બ્રિનંતી કરી કે સાહેબ! અમારે શેઠને પૈસા જરૂર આપવાના છે. અમારે કઈ કરજ લઇને આ જન્મમાંથી બીજા જન્મમાં જવું નથી. પણ હાલ યુક્ત પૈસા ભરી શકીએ એની અમારી સ્થિતિ નથી. પણ આપ અમને ત્રણ મહિનાના હપ્તા પાડી આપે તે અમે જરૂર ભાઈ કરી આપીશું. વકીલે કહ્યું – તમે બંને ઘરમેળે સમાધાન કરી લે. તેથી શેઠે ઘરમેળે સમાધાન કરી ત્રણ ત્રણ મહિને હપ્તા ભરી આપે તેવી કબૂલાત કરાવી. દેણદાર કબૂલ થયે પણ તેની કબૂલાતની કદર લેણદાર કરી શકે નહિ તે ગેળા જેવડું પેટ ગરીબના નાણાં ચૂસવામાં પાછું ન પડયું. તેને કહે છે - તે તમારી વાત માન્ય રાખું છું પણ તારે મને વધારાના રૂ. ૫૦૦ આપવાના. હવે દર બ્રીજે મહિને નાના ભાઈ હપ્ત ભરવા જાય છે, તે આપીને રસીદ લેતે આવે છે. એ ભાઈ જ નથી. તેને ખૂબ જ આઘાત છે. આ રીતે હપ્તા ભરતા સંપૂર્ણ કરજ સુલ કરી દીધું. પછી નાના ભાઈએ કહ્યું કે શેઠજી ! આપે જે ૫૦૦ રૂ. વધારાનાં માગ્યા છે તે માફ કરે. અમે બે ભાઈઓએ અમારા ઘરના તમામ દાગીના વેચી દીધા છે. અમારા પેટને પાટા બાંધીને તમેને વ્યાજ સહિત મૂળ રકમ ચૂક્ત કરી દીધી છે. તે આપ અમારા ઉપર કૃપા કરે. ખરેખર નાણુ વધારવા સહેલાં છે પણ તેને પચાવવા કઠણ છે. નણુને ગર્વ દારૂના નશા જેવી છે. શેઠને નાણાંની ખૂબ જ મગરૂરી છે. રને ધનરૂપી દારૂને નશે ચઢયે છે એવા એ શેઠને કયાં ભાન છે કે હું આજે ગરીબની હાય લઈ રહ્યો છું પણ કાલે મારું શું થશે? નાણુના કેફમાં મશગુલ બનેલા શેઠ કહે છે કે એ કદી નહિ બને. જાપાંચસો રૂપિયા પૂરા દેવા જ પડશે. છેવટે આંસુ સારતે નાને ભાઈ ઘેર આવે છે. ઘરના બધા ભેગા થઈને રડે છે. ભગવાન ! આના તણાં ક્યાં લીધાં? આબરૂ ખૂબ વહાલી છે. બંને ભાઈમાં જાત છે. પુણ્ય-પાપને ખ્યાલ છે તેથી છેવટે મહા મહેનતે રૂ. પ૦] ભેગા કરીને નાને ભાઈ આપવા જાય છે. ત્યારે શેઠ ભયંકર બિમારીને બિછાને પડે છે. તેથી વેદના નાના ભાઈને આવતે જોઈ જુની સ્મૃતિ તાજી થતાં શેઠ ખૂબ રડી પડ્યાં. રૂપિયા આપવા ગએલ કરજદાર ત્યાં શેઠને રૂ. ૫૦) આપે છે ત્યાં ધ્રુસકે ધ્રુસકે રડતાં શેઠ કહે છે કે હાલા ભાઈ! મારે નથી જોઈતાં. મેં મારી પૂરી રકમ વ્યાજ સહિત લઈ લીધી છે. કઈ હિસાબે મારે હવે રૂપિયા નથી જોઈતા. પણ જીદ કરીને લેણદારે રૂ. ૫૦૦ આપી દીધા. જ્યારે આપીને પાછો વળે છે ત્યારે શેઠ વૈદ્યરાજને રડતે આંસુએ સમાચાર કહેવડાવે છે કે શ્રદરાજને કહેજે કે હું મારી ભૂલની માફી માંગુ છું. મેં વરસ દિવસથી તેમનું મુખ જોયું નથી. અને તેઓ મારા ઉપર ખૂબ નારાજ છે, એટલે તેઓ મારૂં મુખ શેના જુએ! ખરેખર,
SR No.023162
Book TitleSharda Parimal
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati, Kamlabai Mahasati
PublisherJivanlal Padamshi Sanghvi
Publication Year1971
Total Pages846
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy