SearchBrowseAboutContactDonate
Page Preview
Page 133
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૦ આ બંને કુમારે સાધુ ન બની જાય તે માટે એની માતા યશાએ તેમને કેવા ભરમાવી દીધા છે. આ મેહનીયનું નાટક કેવું છે? જેનામાં જે દેષ નથી તે દેવનું આપણું કરવું તે મહા પાપ છે. પણ મેહમાં પડેલા જીને તેનું ભાન રહેતું નથી. એટલે બાળકને કહે છે કે વહાલસોયા પુત્રો! જૈન મુનિઓ એમની ઝોળીમાં છરે– કાતર-ચપુ વિગેરે શસ્ત્રો રાખે છે. અને તે તમારા જેવા બાળકને પકડીને મારી નાંખે છે, માટે તમે તેને પડછાયે પણ લેશે નહિ. જેમ કાલસૂરિ કસાઈ મરવા પડે છે, જીવ મૂંઝાય છે, ત્યારે દીકરી પૂછે છે કે બાપા ! તમને શી મૂંઝવણ છે? ત્યારે કહે છે બેટા ! મહાવીર નામનો એક અવધૂતયોગી વિચરે છે તેને એક શબ્દ પણ તું સાંભળીશ નહિ. મને વચન આપે તે મારે જીવ શાંતિથી જાય. કારણ તેને શ્રદ્ધા હતી કે મહાવીરને એક શબ્દ પણ કાને પડશે તે મારે ધંધે બંધ થઈ જશે. પિતે પાપના કિચ્ચડમાં ડૂબેલે છે અને દિકરાને પણ તે ડૂબાડવા માગે છે. રેહણિયા ચેરને મહાવીરને શબ્દ સાંભળ ન હતું, પણ જ્યાં પ્રભુની દેશના ચાલતી હતી ત્યાંથી નીકળે. કાનમાં આંગળી નાંખી તે જ વખતે તેના પગમાં કાંટે વાપે. તે કાંટે કાઢવા કાનમાંથી આંગળી કાઢવી પડી અને બે શબ્દ કાનમાં પડી ગયા અને રેહણિયે ચાર ઉગરી ગયે. ભગવાનની વાણીના એક શબ્દમાં પણ કેટલી તાકાત છે. જ્યાં સૂર્યને ઉદય થાય ત્યાં અંધકાર ન રહે તેમ જ્યાં ભગવાનની વાણીને દિલમાં દિપક પ્રગટે ત્યાં ભવના ફેરા ઉભા રહે ખરા? આ બે બાળકોને માતાએ સમજાવ્યું હતું કે આવા સાધુઓ પાસે જવું નહિ. પણ યોગાનુયોગ કે બન્ય! જયાં બાળકે રમતાં હતાં ત્યાં જ મુનિએ આવ્યા. બાળકો ભયભીત થઈને ઝાડ ઉપર ચઢી ગયાં છે. મુનિ પણ તે જ વૃક્ષ નીચે બેસી પિતાનાં વો-પાત્ર આદિ ઉપકરણનું પડિલેહણ કરે છે, ત્યારે ઝાડ પર રહેલા બંને બાળકે વિચાર કરે છે કે હવે આ બધું છોડે છે. આમાંથી હથિયારે કાઢશે અને આપણને મારશે. જે નીચે પડીને ભાગવા જઈએ તે પણ તેઓ આપણને પકડીને મારી નાંખે. આપણે તે ખરેખર ઉપર ચઢીને ફસાઈ ગયા. સામાની દષ્ટિમાં જેવા વિચારે રમતા હોય તેવાં જ દયે આપણને દેખાય છે. છોકરાઓના મનમાં ભય છે એટલે તેમને એવું જ બધું દેખાય છે. દુનિયામાં દરેક જીને જીવવા જે કઈ આનંદ નથી અને મરણ જે કઈ ભય નથી. સર્વે જીવાદવિ છત્તિ, વિલું ન મરિજિજઉં.” દુનિયામાં કેઈ જીવને મરવું ગમતું નથી. તમને જેમ તમારું જીવન વહાલું છે તેમ કડીથી માંડીને કુંજર સુધીના સર્વ પ્રાણીઓને જીવવું ગમે છે. તમને આટલું સમજાશે તે તમે શાક સમારતાં હશે ત્યારે પણ અરેરાટી છૂટશે. અહે પ્રભુ! મારે આ
SR No.023162
Book TitleSharda Parimal
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati, Kamlabai Mahasati
PublisherJivanlal Padamshi Sanghvi
Publication Year1971
Total Pages846
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy