SearchBrowseAboutContactDonate
Page Preview
Page 122
Loading...
Download File
Download File
Page Text
________________ મન વેશ્યા પાસે જવા તલસી રહ્યું છે. પિતાનું કામ કરવા ફાંફાં મારે છે. માતા એજ દિવસ ભર નિદ્રામાં સૂતી છે. ઘસઘસાટ ઊંઘે છે. તે સમયે છોકરો છ લઈને મત્તાની છાતી ઉપર ચઢી બેઠે. જે છાતીમાં છરો ભોંકવા જાય છે ત્યાં માતા બેલીઃ દિકરા; દિકરા, આ શું કરે છે! પણ માતાના શબ્દો કેણ સાંભળે ! આ માતા ખૂબ પવિત્ર અને તપસ્વી હતી. તે તેના આત્માને કહે છે કે હે ચેતન દેવ! તું કષાયમાં ના જોડાતે આ મારો પુત્ર મઈને જન્મે છે પણ પૂર્વને કોઈ મારો વૈરી છે. મેં પૂર્વે એને ઘણું કષ્ટ આપ્યું હશે તેથી આ ભવમાં મને મારવા ઉઠે છે. ઘણી વખત પૂર્વે જે વૈર બાંધીને આવ્યા હોઈ એ તે સાંકડી સગાઈમાં ઉત્પન્ન થઈને વૈરની વસુલાત કરવી પડે છે. જ્યારે કેણિક ચેલણાના ગર્ભમાં આવ્યું ત્યારે ચેલણાને શ્રેણીક રાજાના કાળજાન માંસ ખાવાનું મન થયું. તેથી ગર્ભમાં આવેલ છવ દુષ્ટ છે એમ સમજી ચેલણાએ ગર્ભપાત કરવાના ઉપાયો કર્યા, છતાં ગર્ભપાત ન થા. છેવટે કેણિકને જન્મ થતાં તેને ઉકરડે ફેંકાવી દે છે. અને એ જ શ્રેણીક રાજા એને ઉકરડેથી લઈ આવે છે. એવા પવિત્ર પિતાના ઉપકારને ભૂલી જઈ કેણિક મેટ થતાં પિતાને પાંજરામાં પૂરે છે. તે વખતે શ્રેણીક રાજા સમકિત પામી ગયા હતા. જે તે સમકિત પામ્યા ન હિત, તે ઘરની પરંપરા વધત. પાંજરામાં પૂરી કોણિક કેવી શિક્ષા કરે છે.! કપડાં ઉતારી લંગડી પગે ઉભા રાખી બરડામાં મીઠું છાંટી રેજ ૫૦૦ કેરડાને માર મારવા ૪૯ કોરડા મારી લીધા હોય અને અધર રાખેલે પગ ધરતીને અડી જાય તે ફરાન ૫૦૦ કેરડાને માર મારવાને. આવા કટીના સમયમાં પણ શ્રેણીક રાજા તે વિચાર કરે છે કે હે ચેતન ! જેજે, તું ભૂલતા નહીં. આ તે તારી કસોટીને સમય છે. કર્મના દેણ ચૂકવવાનો આ મેઘેરે અવસર છે. માટે તું મુંઝાતો નહિ. આ તને કોણી, શિક્ષા નથી કરતે પણ તારા કર્મો શિક્ષા કરે છે. પ્રાણ લુંટયાં તે કંઈક જીના, વાજે કચ્ચર ઘાણ, એમાં તું ના અટવાતા હે, જીવડા એ તે તારા દેહને મારે, * જેજે હો ચેતન રાજા, રખે ના અટવાઈ જાતે તે તે કંઈક એવોને જીવતા મારી નાખ્યા છે. આ તે તારા દેહને મારે છે. પણ તારા પ્રાણ તે નથી લેતે ને ? આટલી કસેટીમાં પણ આવો સમભાવ રહે અકેલ છે. આ પ્રભાવ સમ્યકત્વને છે. જેને સમ્યકત્વ પ્રાપ્ત થઈ ગયું તેને એક સટીફિકેટ મળી જાય છે કે તે અર્ધ પુદ્ગલ પરાવર્તનમાં અવશ્ય મોક્ષે જાય છે. કોઈ માણસ લાખ કે અબજો રૂપિયા કમાઈ જાય તો તેને એવું સર્ટીફિકેટ મળે છે કે તે જીવ નરકગતિમાં ન જાય? તે ગરીબને ઘેર નહિ જન્મ કે તિયગ્નમાં નહિ જાય? પણ સમકિતીને તે મહાર
SR No.023162
Book TitleSharda Parimal
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati, Kamlabai Mahasati
PublisherJivanlal Padamshi Sanghvi
Publication Year1971
Total Pages846
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy