________________
નમ્ર નિવેદન
શ્રી ખંભાત સંપ્રદાયના પૂજ્ય બા. બ્ર. વિદુષી શ્રી શારદાબાઈ મહાસતીજી આદિ ઠાણ ૧૩ નું ચાતુર્માસ સંવત ૨૦૨૬ની સાલમાં રાજકોટ થયેલ હતું. આ ચાતુર્માસ દરમ્યાન પૂજ્ય બા. બ્ર. વિદુષી શ્રી શારદાબાઈ મહાસતીજીએ ઉત્તરાધ્યયન સૂત્રના ૧૪મા અધ્યયનમાં આવેલ છે જીવના અધિકાર ઉપર સવારમાં વ્યાખ્યાને ફરમાવેલા હતા. પૂ. વિદુષી મહાસતીજીએ હૃદયસ્પર્શી, સચોટ સરલ અને આત્મલક્ષી વાણીમાં વ્યાખ્યાને ફરમાવ્યા હતા, જે વ્યાખ્યાને જેન અને જૈનેતરને પ્રેરક અને આત્મકલ્યાણક હતા.
બા. બ્ર. વિદુષી શારદાબાઈ મહાસતીજીના વ્યાખ્યાને સાંભળવા એ જીંદગીને મહાન–અમુલ્ય અવસર છે એમ અમને લાગ્યું છે. એક વખત વ્યાખ્યાન સાંભળનાર વ્યક્તિ વ્યાખ્યાન કદાપિ છેડતી નથી એ અમારા અનુભવે સમજાયું છે. કર્મબંધનથી મુક્ત થવામાં જ્ઞાનની જરૂરત છે, ગમે તે રીતે પણ તમે બંધાયેલ છે. એ બંધનના કારણે જાણે અને તેને તેડવાના સાધને તૈયાર કરી તેની પાછળ સંપૂર્ણ બળથી પ્રયત્ન કરે. જેને ધન આદિ સંપત્તિમાં સંતોષ થતો નથી અને થવાને પણ નથી, કારણ તે અપૂર્ણ છે, સંપૂર્ણ એવા આત્મ પ્રકાશને પ્રગટ કરવાથી જ સંતોષ અને શાંતિ પ્રાપ્ત થશે દષ્ટિકોણું બદલવાની જરૂરત છે. ક્ષણિક એવા વિષયેની રમણતા અને તેના ઉપગની પાછળ થતો કાળને અનુભવ અને તેમાંથી અન્યરૂપે પ્રગટ થતી સુખની લાલસાઓનાં વિચાર કરી છે અનંત શક્તિવાન આત્મા, તારા પિતાના સ્વરૂપ તરફ પાછો ફર, પ્રવૃત્તિના માર્ગથી નિવૃત્તિના ઘર તરફ જા, જે તે ખરે ત્યાંજ શાન્તિ આનંદ પ્રેમ જ્ઞાન અને અનંત જીવનના અમુલ્ય ભંડાર ભર્યા છે. માયાવી સંસારના ભેગવિલ સી તારી વૃત્તિઓ ફરશે તે જ સમયે અંતરના આત્મિક દ્વારે ઉઘડી જશે. પ્રભુને સાક્ષાત્કાર–આત્માની ઝગમગતી જ્યોતિ તારા હૃદયમાં પ્રગટવા લાગશે.
શ્રી મુમુક્ષુ વાચક વર્ગ આ પુસ્તક વાંચી તેનું મનન અને ચિન્તન કરી ધર્મલક્ષી