SearchBrowseAboutContactDonate
Page Preview
Page 101
Loading...
Download File
Download File
Page Text
________________ નથી. જડ-ચૈતન્ય, વિભાવ-સ્વભાવ અને સ્વ-પરની જેને વહેંચણી કરતાં આવડતી નથી તેવા આત્માઓ અધોગતિમાં જાય છે. મહા આરંભના સાધને ઉભાં કરીને હરખાય છે કે હું કે શ્રીમંત છું! મારે મીલ છે, બે ફેકટરી છે, આંગણામાં ચાર ચાર કારે મારે માટે ખડી રહે છે, મેં મારી હોંશિયારીથી આટલી કમાણી કરી, આ બધું મેં કર્યું એમ થાય છે, પણ જ્યારે તારા પુણ્યરૂપી સૂર્યને અસ્ત થશે અને પાપને ઉદય થશે ત્યારે શું કહેશે? આ મેં નથી કર્યું, મારા કર્મો કર્યું છે. ત્યાં કમને દેષ કાઢે છે. આ જીવની અજ્ઞાન દશાનું પ્રદર્શન છે. માટે જ્ઞાનીઓ કહે છે કે તારે પુણ્ય રૂપી સૂર્ય પ્રકાશે છે ત્યાં સુધી તું તારા આત્માનું કરી લે. જેને છેડીને જવાનું છે તેને આટલો બધે ગર્વ શા માટે કરે છે? તમને “આ મેં કર્યું એવું અભિમાન આવે છે. અભિમાની થવું એ પણ અજ્ઞાન દશાનું જ કારણ છે. તેના કારણે જ હૈયામાં હુંકાર પ્રવેશી જાય છે. પણ તમને ખબર છે કે એ હું કેવી રીતે લખાય છે ! એક આંકડી, બીજો આંકડી ને ત્રીજે પણ આંકડી અને એથું એના માથે મીંડું મૂકાય છે. ત્યારે “હું” લખાય છે. અભિમાનને જીવને ઉમળકે આવે છે, પણ અભિમાન એ તે અધગતિને રાજમાર્ગ છે. રાજા રાવણ જેવાનું અભિમાન પણ રહ્યું નથી, તે સામાન્ય જીની તો વાત જ કયાં કરવી ? માટે હું કાર છેડી ધર્મમાં જીવન જડે. જરા જાવ ન પીઇ, વાહી જાવ ન વડૂઢઈ જાવિંદિયા ન હાયન્તિ, તાવ ધમ્મ સમાયરે છે દશ. સૂ. અ. ૮. ગા. ૩૬ હે દેવાનુપ્રિયે ! જયાં સુધી જરા રૂપી રાક્ષસે તમને ઘેર્યા નથી, શરીરમાં એક પણ વ્યાધિ આવી નથી અને પાંચે ઈન્દ્રિમાંથી એક પણ ઇન્દ્રિયની હાની થઈ નથી, ત્યાં સુધી તમે ધર્મનું આચરણ કરી લે. તમે માનતા હે કે આખી જિંદગી પડી છે, નિરાંતે ધર્મધ્યાન કરીશું, પણ ભાઈ! મેક્ષ માર્ગની ટિકિટ મેળવવા માટે સ્થાન મેળવવું એ નાની સૂની વાત નથી. હળદર-મરચાં ને ધાણા-જીરાંની દુકાન નથી પણ આ તે ઝવેરાતની દુકાન છે. અહીં જેવા તેવાનું કામ નથી. આ તે શૂરાના સંગ્રામ, માથું મૂકી જાણે રે, અહિં કાયરનું નહિં કામ, માથું મૂકી જાણે રે..આ તે. વીરની આજ્ઞાનું પાલન કરતાં કદાચ માથું દેવાનો પ્રસંગ આવે તે માથું પણ દઈ દે પણ ભગવાનની આજ્ઞાનું ઉલ્લંઘન કરે નહિ. તે વખતે પિતાનામાં અડગ રહે. અપ્રમત્ત ગુણસ્થાનકે હોય તે વખતે પૂર્વના વેરના કારણે કોઈ દેવ તેનું હરણ કરી ઉપાડીને લઈ જાય છે. સાધુને દેવ કયારે ઉપાડી શકે? સાતમા અપ્રમત ગુણસ્થાનકે, દશ, અગિયાર કે બારમે ગુણસ્થાનકે ન ઉપાડી શકે. પણ પ્રમત અવસ્થામાં જ ઉપાડીને લઈ જાય, એ પણ હરતા ફરતા હોય ત્યારે નહિ, પણ જ્યારે ધ્યાનમાં હોય ત્યારે ઉપા
SR No.023162
Book TitleSharda Parimal
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati, Kamlabai Mahasati
PublisherJivanlal Padamshi Sanghvi
Publication Year1971
Total Pages846
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy