________________
પૂ. હરિભદ્રસૂરિજી મહારાજ, પૂ. હેમચન્દ્રસૂરિજી મહારાજ, તથા પૂ. ઉપાધ્યાય શ્રીયશોવિજયજી મહારાજ વગેરેના કેટલાય ગ્રન્થા કે જે ચેાગ, અધ્યાત્મ, ઉપદેશ, જ્યાતિષ, ન્યાય વગેરે અનેક ગંભીર વિષયાને આવરી લે છે અને વિશ્વને મૂલ્યવાન મા દર્શન આપે છે, એ વર્ષોથી અલભ્ય છે. પૂજ્ય સાધુ-સાધ્વીજીઓને અધ્યયન માટે પણ એ નથી મળી શકતા. ગ્રન્થ 'ડારામાં પણ એની પ્રતિ દુષ્પ્રાપ્ય બની છે. જો આમ થોડો સમય ચાલ્યું તેા હંમેશ માટે અમૂલ્ય ગ્રન્થાના લેપ થઈ જશે. એટલે એક બાજુ જ્ઞાનખાતાની રકમ બીજા કોઈ અશાસ્રીય માગે ઢસડાઈ જઈને નાશ પામી જવાના ભય ડાળા કાતરી રહ્યો છે, અને બીજી માજી વિશ્વકલ્યાણકર સમ્યજ્ઞાનની સેંકડો પ્રતાના વિનાશ થઇ જવાના ભય પણ ડાકિયા કરી રહયા છે.
ઔદ્ધ ધર્મના ત્રિપિટકાના સાહિત્યને ચિર’જીવ બનાવવા માટે સુરક્ષિત વાલ્યુમેા”માં કંડારી દેવામાં આવ્યું છે તે આપ જાણા ? તેા શુ આપને એમ નથી લાગતુ કે જૈનધર્માંના પ્રાણવાન શ્રુતને પણ આવી રીતે સુરક્ષિત કરીને ચિરંજીવ બનાવી દેવુ જોઇએ ?
અઢળક અમૂલ્ય ગ્રન્થા સડી જઇને પસ્તીના ભાવે વેચાઈ જાય છે! આપણે એ પ્રાચીન શ્રુતરત્નાને ગ્રન્થામાં સુરક્ષિત ન કરી શકીએ ? શુ આપ આપના ધનના આવા કાર્યમાં ઉપયાગ કરવામાં જરાય આનાકાની કરશે ? શુ આપ જ્ઞાનખાતાની રકમેાને આ માગે વાળવામાં વહીવટદારાને પ્રેરણા કરવા દ્વારા અમને સહાયભૂત ન બની શકે?
સાડા અઢાર હજાર વર્ષ સુધી જિનશાસનની જે ભવ્ય ઇમારત ખડી રહેવાની છે તેના એક પાયામાં આ શ્રુતના જ ઈંટ-ચૂના પડેલા છે. તેા એ પાયાની મજબૂતાઈ માટે આપ પણ થાડી ઈંટો અને ઘેાડી ચૂનાની કણા આપના શુભહસ્તે ત્યાં પૂરીને વિપુલ પુણ્ય કર્માંના સંચય ન કરી ? આવા અણુમેલ લાભ ખીજે ક્યાં મળશે ? અને છતાં જો આ વિષયમાં ઉપેક્ષાવૃત્તિ કેળવાઈ તા જ્ઞાનદ્રવ્ય અને શ્રુતનિધિ બેયના વિનાશ આપણા જ જીવતા થવા લાગશે.
એય વિનાશ અક્ષમ્ય છે; એય સંહાર અસહ્ય છે.