________________
( ૨૩૮ )
નિદાવીશ નહિ, તારી આજ્ઞાનુ ઊદ્યધન કરીશ નહિ, તારી સેવાના આનાદર કરીશ નહિ ને અશુદ્ધ પ્રરૂપક અની નના રસ્તા લઈશ નહિ. સ્યાદ્વાદના રહસ્યનું સ્વરૂપ જાણવાને પ્રયત્ન કરીશ. તારી અશાતના તજવાના બનતાં લગી ખપ કરીશ. ગચ્છ, પથ, મત કે વાડા આદિના કદાશ્રઢ મૂકી શુદ્ધ ધર્મ જાણવા ખપ કરીશ; શુષ્ક જ્ઞાન, શુષ્ક વૈરાગ, શુષ્ક ક્રિયા અને શુષ્ક ભક્તિ ધારણુ કરીશ નહિ; પણુ સમ્યગ્ જ્ઞાન સહિત્ય ક્રિયા, શક્તિ અને વૈરાગ્ય ધારણ કરીશ. અધિકારી પરત્વે ક્રિયા કરીશ, અધિકારી જોઈને વીશ અને અધિકારી થવા પ્રયત્ન કરીશ.
હે પરમાત્મા । મનુષ્ય ભવની દુ‘ભતા મને જણાઈ છે, તેની અમૂલ્યતા મને સમજાઇ છે; માટે હું તેને વૃથા ગુમાવીશ નહીં, વૃથા નિદા–વિકથાદિ કરવામાં વખત ગાળીશ નહિ. આળસ–પ્રમાદના ત્યાગ કરી આત્મજ્ઞાન મેળવીશ, તારી આજ્ઞા મસ્તકે ચડાવી શુદ્ધ સ્વરૂ પના વિચાર કરીશ, અન્ય દેવ, અન્ય ગુરૂ અને અન્ય ધર્મના ઢોષ જોઇ તેની ઊપેક્ષા કરીશ, તમારા માના અનુભવ મેળવી અન્યને આપના માર્ગ પમાડીશ. છેવટે સર્વ જીવ સુખી થાઓ એવી અાનિશ ઇચ્છા રાખીશ.