________________
(૨૭૧)
સજ્ઞ હિંસા કરે નહિ તે હું સર્વજ્ઞના ઉપાસક થઈ હિંસા કેમ કરૂ? સર્વાંગ અસત્ય આલે નહિ તે હું કેમ અસત્ય એવું ? સÖજ્ઞ અદત્ત લે નહિ તે હું' સજ્ઞના પુત્ર થઈ અઠ્ઠત કેમ લઉં? સર્વાંન પ્રજ્ઞાચના ભંગ કરે નહિ તે હું બ્રહ્મચર્ય ના ગ કેમ કરૂ ? સજ્ઞ દ્રવ્યથી ને ભાવથી પરિગ્રહ રહિત હતા તે હું પરિગ્રહ કેમ રાખુ` ? સર્વજ્ઞ ક્રોધાદિ કષાય કરે નહિ તે હું ક્રોધાદિ કષાય કેમ કરૂ ? સર્વજ્ઞ અઢાર પાપસ્થાનક સેવે નહિ તે હું તેમના પુત્ર થઈ તેમના શત્રુરૂપ એવા અઢાર પાપસ્થાનકની સેવા કેમ કરૂં ? અહાહા ! કેટલી બધી મારી ભૂલ છે? કે માશ પિતાના શત્રુઓને હું માન આપું છું, તેને સંગ કરૂ છું; પશુ હવે તેમ નહિ કરતાં મારે તેમના ત્યાગ કરવા જોઇએ.
હે પ્રભુ ! તુ કમળ હું. ભ્રમર, તુ ચંદ્ર હું ચકાર, તું સૂ હું સૂવિકાસી કમળ; તુ સેવ્ય હું સેવક; તું ધ્યેય હું ધ્યાતા; તું પિતા હું પુત્ર. તું ગુરૂ હું... શિષ્ય. તું દેવ હું ઉપાસક્ર; એમ તારી અનન્ય ભક્તિ અને કયારે પ્રાપ્ત થશે ? હૈ પરમાત્મા આ સસારમાં તારા વિના મારૂં કાઇ સશુ નથી, તારા વિના અન્ય કાઈ મિત્ર નથી, તારા વિના અન્ય કાઈ રાક નથી, તાશ વિના અન્ય કાઈ સત્ય માદક નથી; માટે હું તારૂં જ શરણુ ગ્રહણ કરીશ ને હું તારી જ સેવા કરીશ.
હે પ્રભુ ! તારાં વચના સત્ય છે, પ્રિય છે તે હિતકર છે. વળી તે મને પ્રમાણભૂત છે. હું તને કયારે ગ્રહણ કરીશ ? આ કેમ આમ નથી કરતા ? એવા વિચાર મને આવશે ત્યારે હું વિચારીશ કે એ કર્માધીન છે. આ કેમ નથી ભણુતા ? આ કેમ આવા કામ કરે છે? એવા વિચાર આવશે ત્યારે હું તે કર્માધીન છે એમ વિચારી તેની ઉપેક્ષા કરીશ, પણ નિંદા નહિ કરૂં. હું બહારના ઢાંગ ધારણ કરી દાંસિકપણું કરીશ. નહીં હું શુદ્ધ ભક્ત થઇશ, પણ ખાટે ઠગ ભક્ત થઇશ નહિ. હું' શુદ્ધ કર્યાં કરીશ પશુ બહારની દેખાદેખીથી સમજ્યા વિના માત્ર નામનાની ખાતર ને ગાડરીઆ પ્રવાહની માફક ધર્મકરણીને મલીન કરીશ નહિ. હૈ પ્રભુ ! તાશ આશ્રમને કલંક લગાડીશ નહિ, તારી વાણીને