________________
(૧૦) ૫ વળી હું બીજાઓને ભણવા માટે હમેશાં પાંચ ગાથાઓ લખું અને ભણનારાઓને હમેશાં ક્રમવાર પાંચ પાંચ ગાથા આપું સિદ્ધાંત-પાઠ ગણવાવડે વર્ષી રૂતુમાં પાંચસે, શિશિરરૂતુમાં આઠસો, ને ગ્રીષ્મ રૂતુમાં ત્રણસો ગાથા પ્રમાણ સઝાય ધ્યાન સદાય ક્યાં કરું.
૬ પંચ પરમેષ્ટી રૂ૫ નવપદ (નવકાર મહામંત્ર) નું એક વાર હું સદાય રટણ કરું.
| દર્શનાચારના નિયમો. ૭ દર્શનાચારમાં આ નીચે મુજબ નિયમ હું સમ્યભાવે ગ્રહણ કરું છું.
૮ પાંચ શકસ્તવ વડે સદાય એક વખત દેવવંદન કરૂં જ અથવા બે વખત ત્રણ વખત કે પહેરે પહેરે યથાશક્તિ આળશ રહિત દેવવંદન કરૂં.
૯ દરેક અષ્ટમી ચતુર્દશીને દિવસે સઘળાં દેરાસરે જુહારવાં. તેમજ સઘળા મુનિજનેને વાંદવા ત્યારે બાકીના દિવસે એક દેરાસરે તે અવશ્ય જવું.
૧૦ હમેશાં વડિલ સાધુને નિચ્ચે ત્રિકાલ વંદન કરૂં જ અને બીજા ગ્લાન તેમજ વૃદ્ધાદિક મુનિજનેનું વૈયાવચ્ચ યથાશક્તિ કરું.
ચારિત્રાચાર સંબંધી નિયમ. ૧૧ હવે ચારિત્રાચાર વિષે નીચે મુજબ નિયમો ભાવ સહિત અંગિકાર કરું , ઈર્યાસમિતિ–વડી નીતિ, લઘુનીતિ, કરવા અથવા આહાર પાણી વહેરવા જતા ઈસમિતિ પાળવા માટે વાટમાં વાર્તાલાપ વિગેરે કરવાનું ત્યાગ કરૂં.
૧૨ યથા કાળ પંક્યા પ્રમાર્યા વિના ચાલ્યા જવાય તે, અંગ પડિલેહણા પ્રમુખ સંડાસા પડિલેહ્યા વગર બેસી જવાય તે અને કટાસણા કાંબળી વગર બેસી જવાય તે (તત્કાલ) પાંચ નમસ્કાર કરવા (ખમાસમણ દેવા) અથવા પાંચ નવકાર મંત્ર જાપ કર.
૧૩ ભાષા સમિતિ ઊઘાડે મુખે (મુહપત્તિ રાખ્યા વગર) બોલુંજ નહિં, તેમ છતાં ગફલતથી જેટલી વાર ખુલ્લા મુખે બેલી જાઉં તેટલી વાર (ઇરિયાવહી પૂર્વક) લેગસ્સનો કાઉસગ્ન કરું.