________________
( ૧૮૫) અધ્યાત્મજ્ઞાનીઓ નિશ્ચયથી મૂચ્છને જ પરિગ્રહ કહે છે, તેથી વૈરાગના અથીને નિષ્પરિગ્રહતા, નિસ્પૃહતા એ પરમ ધર્મ છે. પ્રશ૦
જેમ તાડના શિખર ઉપર થયેલી સૂચીને (અંકૂરને) નાશ થવાથી નિશ્ચય તે તાડનો નાશ થાય છે, તેમ મેહની કર્મને ક્ષય થયે છતે, સમસ્ત કર્મને નિયમો નાશ થાય છે. પ્રશમરતિક
કષાય વિચાર-ધર્મનું મૂળ દયા છે, સકળ વતનું મૂળ ક્ષમા છે, સકળ ગુણેનું મૂળ વિનય છે, સકળ વિનાશનું મૂળ અભિમાન છે.
લોભથી કેણ હણાયું નથી, સ્ત્રીઓએ કેનું હૃદય ભેળવ્યું નથી, મૃત્યએ કોનો અંત કર્યો નથી, વિષય સુખમાં કણ પૃદ્ધ બન્યું નથી.
માન કષાયવંત કરતાં ક્રોધ કષાયવંત વધારે છે, ક્રોધ કષાય કરતાં માયા કવાયી વધારે છે, માયા કષાયી કરતાં લોભ કષાયી વધારે છે.
દેવતાને લાભ વધારે છે, નારકીને ક્રોધ વધારે છે, મનુષ્યને માન વિશેષ છે, તીચને માયા વિશેષ હોય છે.
ક્રોધ પ્રીતિને નાશ કરે છે, માન વિનયને નાશ કરે છે, માયા મિત્રતાને વિશ્વાસ નાશ કરે છે, ને લોભ તે વસ્તુને નાશ કરે છે.
માટે ક્ષમા ઊપશમે કરી ક્રોધને જીતે, મૃદુતાએ કરી માનને છત, સરળતાએ કરી માયાને જીતે, અને સંતોષે કરીને મુનિએ લાભને જીતવો જોઈયે.
રાગ-દ્વેષનું ઝેર નિવારવા માટે હંમેશાં, વિવેક રૂપ મંત્રનું સેવન કરે કે જેથી તે રાગ-દ્વેષને નિર્મૂળ કરશે.
સર્વે ઇંદ્રિામાં રસેંદ્ધિ, સર્વે કર્મમાં મેહની, સર્વે વ્રતમાં બ્રાવત, અને સર્વે ગુણિમાં મન ગુમિ એ ચારે જીતવા કઠણ છે.
સાધુ હંમેશાં આવશ્યક ક્રિયા, પૂર્વ અગર ઊત્તર દિશા સન્મુખે રહી કરે.
સાધુએ કાંઈ વસ્તુ લેતાં મુકતાં, પહેલાં આંખથી જોઈ પછી રજોહરણાદિકથી પ્રમાર્જન કરવા ચુકવું નહિં.
સાધુએ કાંઈ પણ બોલતાં મુખે મુપત્તિને ઊપગ કરવા જરા પણ ચુકવું નહિ.