________________
( ૧૨ ) આ ચારે ભાંગાવાળા સમ્યગજ્ઞાન વિનાના હોવાથી મિથ્યાત્વ દષ્ટિ છે.
સમકિત દષ્ટિના ચાર ભાગા. ૧ જાણે ન આદરે ન પળે તે શ્રેણિક, કૃષ્ણાદિક ધર્મના સમ્યક
સ્વરૂપને જાણતા છતાં અવિરતિના તીવ્ર ઊદયથી આદરી શક્તા નથી અને પાળતા પણ નથી. ૨ જાણે આદરે નહિ પણ પાળે, તે અનુત્તર વેમાનને દે
સમજવા, તેઓ ધર્મને સમ્યફ સ્વરૂપને જાણે પણ, અવિ
રતિના ઊદયથી આદરે નહી પરંતુ પાળે ખરા. ૩ જાણે આદરે પણ પાળે નહી. તે ધર્મના સભ્ય સ્વરૂપને જાણે આદરે અને પાળી શકે નહી. તેઓ પશ્ચાતાપ કર્યા કરે
અને વેશ છોડીને સંવિજ્ઞ પક્ષપણે વર્તે ૪ જાણે આદરે અને પાળે તે સર્વે પ્રકારના મુનિ જાણવા, તેઓ ધર્મના સભ્ય સ્વરૂપને જાણે છે, અંગીકાર કરે છે, અને સર્વે પ્રકારે પાળે પણ છે. આ ચાર પ્રકારના ભાંગા સમિતિ દષ્ટિના જાણવા.
- સાધુ વેષે મિથ્યાદ્રષ્ટિ. જે રજોહરણાદિક સાધુને વેષધારી જાતિના લીંગે મિથ્યાદ્રષ્ટિ હોય, તે ક્રિયાના બળે કરી દશવિધ ચક્રવાળ સમાચારિના પ્રભાવે મરીને, અંગાર મઈકાચાર્યની પેરે ઉત્કૃષ્ટ નવ યક સુધી ઉપજે.
મિસ્યાદ્રષ્ટિ કોને કહીયે તે. જે દ્વાદશાંગી સૂત્ર સુધા સદહે, પરંતુ સૂક્ત એક પદને પણ અસદહતે રહેતે તેને દેશ થકી મિથ્યાત્વી કહીયે, તથા વિતરાગક્ત સૂવથક અને સૂત્રનો અર્થ થકી પદમાત્ર પણ સહે નહિ તેને, સર્વ થકી મિથ્યાત્વી કહીયે તે માટે સૂત્ર લક્ષણ કહે છે.
સૂત્ર અધિકાર. સુધર્મા સ્વામી પ્રમુખ ગણધરના રચેલા જે આચારાંગાદિક સૂત્ર, તેમજ નમિરાજા પ્રમુખ પ્રત્યેક બુદ્ધના રચેલા નેમિપ્રત્રજ્યાદિક, વળી ચૌદ પૂર્વધર, શ્રત કેવળી સચ્યભવસૂરિ પ્રમુખના