________________
( ૧૪૩) સમ્યકત્વ, ૨૦ અંતક્રિયા, ૨૧ ઓગાહણા, ૨૨ સંઠાણ, ૨૩ ક્રિયા, ૨૪ કર્મ , ૨૫ કર્મ છેદના, ૨૬ છેદતા બંધકા, ૨૭ છેદતા વેદતા, ૨૮ આહાર, ૨૯ ઉપયોગ, ૩૦ ખસણિયા, ૩૧ સંજ્ઞા, ૩૨ સંયમ, ૩૩ ઉપધિ, ૨૪ પરિચારણા, ૩૫ છેદના, ૩૬ સમુદ્દઘાત.
સૂરિના ૩૬ ગુણ
મનહર છંદ. પદ્રિ વિષય માંહિ, ન્યારા નિશદીન સહી,
નવ બ્રાવાડ કહી, શુદ્ધ પાળનાર તે, ક્રૂર કષાયથી ડરી, ક્ષમાદિ ધારણ કરી,
પંચ મહાવ્રત પાળે, વિશુદ્ધ વિચાર તે, જ્ઞાનાદિ આચાર પાંચ, પાળે ત્યાં ન આવે આંચ,
પ્રવચન માત આઠે, તેમાં તદાકાર તે; સૂરિના ગુણે છત્રીશ, એમાં વાસ અહોનિશ,
લલિત લાભીને હીસ, સંઘના આધાર છે. જે ૧ છે તેને વધુ ખુલાસે-પાંચ ઇન્દ્રિયના ૨૩ વિષયમાં મનગમતા ઉપર રાગ અને અણગમતા ઉપર દ્વેષ આચાર્ય મહારાજ કરે નહિ.
બ્રહ્મચર્યની નવ પ્રકારની ગુપ્તિ એટલે શીયળની નવ વાડને જાળવી રાખે, તે નવ વસ્તુની સંખ્યામાં જણાવેલ છે.
સંસારની–પરંપરા જેનાથી વધે તે ક્રોધ, માન, માયા, અને લેભ, એ ચાર કષાય આચાર્ય મહારાજ કરે નહિ.
પાંચ મહાવ્રત પાળે– પ્રાણાતિપાત વિરમણ તે કઈ જીવને વધ કર નહિ, ૨ મૃષાવાદ વિરમણ તે ગમે તેવા કષ્ટના ભયે પણ જૂઠું બોલે નહિ, ૩ અદત્તાદાન વિરમણ તે કોઇની અણઆપેલી નજીવી ચીજ પણ લેવી નહિ, ૪ મૈથુન વિરમણ તે મન વચન કાયાએ બ્રહ્મચર્ય પાળવું, ૫ પરિગ્રહ વિરમણ તે કેઈપણ વસ્તુને સંગ્રહ કર નહિ, તેમ ધર્મોપગરણ પુસ્તકાદિ વસ્તુ પોતાની પાસે હોય તેના ઉપર મૂછ રાખવી નહિ.
પાંચ આચાર પાળે–૧ જ્ઞાનાચાર તે જ્ઞાન ભણે ભણાવે, લખે લખવે, સાન ભંડાર કરે કરાવે, ભણનારર્ન સહાય આપે, ૨ દર્શનાચાર તે શુદ્ધ સમ્યકત્વ પાળે પળાવે, અને સમ્યકત્વથી