SearchBrowseAboutContactDonate
Page Preview
Page 306
Loading...
Download File
Download File
Page Text
________________ કે ( ૧૫ ) પાટના વજાસેનસૂરિની વચમાં નાગહસ્તિ, રેવતી મિત્ર, બ્રાદ્વીપ, નાગાજુન, ભતદીન અને પાંચમની ચોથ કરવાવાળા કાળિકાચાર્ય, એ છ યુગપ્રધાને થયા, આ કાળકાચાર્ય વીરથી ૯૩ વર્ષ થયા. આ ચેથા કહેવાય છે. વલ્લભીપુરમાં એક કોડ પુસ્તકના લખાવનાર દેવર્લીંગણક્ષમાશ્રમણ વીર પછી ૧૦૦૦ વર્ષે સ્વર્ગ ગયા, તેઓ શ્રી ૫૦૦ આચાર્યને વાચના આપતા હતા. ર૭ માનદેવસૂરિ બીજ–તેઓ વીર સં. ૧૦૪૮ ને વિક્રમ સં. ૧૭૮ માં સ્વર્ગ ગયા, માનદેવસૂરિ ને હરિભદ્રસૂરિ એ બે મહાત્માઓ સાથે ભણતા હતા. આ હરિભદ્રસૂરિ (જે ૧૪૪૪ ગ્રંથના કર્તા) વિર સં. ૧૦૫૫ ને વિક્રમ સં. ૧૮૫ માં સ્વર્ગ ગયા. ૨૮ વિબુધપ્રભસૂરિ ૨૯ જાનંદસૂરિ–આ વિબુધપ્રભસૂરિ ને જયાનંદસૂરિ સુધી વચમાં, વિક્રમ સં. ૧૮૫ થી તે ૬૪૫ સુધીમાં ને વીર સં. ૧૧૧૫ માં શ્રી જિનભદ્રગણી ક્ષમાશ્રમણ મહા પ્રભાવિક આચાર્ય થયા છે, તેમણે સંક્ષિપ્તજિનકલ્પ, ક્ષેત્રસમાસ, ધ્યાનશતક, બૃહસંઘયણી, તથા વિશેષાવશ્યક ભાષ્ય વિગેરે મહાન ગ્રંથ રચ્યા છે. ૩૦ રવિપ્રભસરિ–તેમને નાગોર નગરમાં વિક્રમ સં. ૭૦૦ ને વીર સં ૧૧૭૦ માં શ્રી નેમિનાથની પ્રતિષ્ઠા કરી. સં. ૧૧૯૦ ને વિક્રમ સં૦ ૭૨૦ વર્ષે બીજા ઉમાસ્વાતી યુગપ્રધાન થયા. - ૩૧ યાદેવરિ–તેમના સમયમાં વીર સં. ૧૨૭૨ ને વિક્રમ સં. ૮૦૨ માં વનરાજ ચાવડે છે, તેમણે વિક્રમ સં. ૮૭૨ માં અણહિલપુર પાટણ વસાવ્યું ને શ્રી પંચાસરા પાર્થ નાથજીનું મંદિર બંધાવી પ્રતિષ્ઠા કરાવી, તે દેરાસરની ભમતીમાં હાલ પણ વનરાજની મૂર્તિ છે. વીર સં૦ ૧૨૭૦ ને વિક્રમ સં. ૮૦૦ માં જેમણે ગવાલિયરના આમ રાજાને જેની કર્યો તે અલ્પભસૂરિને જન્મ થયે. આ બમ્પ ભસૂરિ મહાન પ્રતાપી પુરૂષ થયા છે. ૩ર રઘુરારિ –તેમણે ગિરનાર ઉપર સં. ૧૩૦૫ પૈ૦ ૩ શનિવારે બાહડ શ્રીમાળીને મંદિરમાં શ્રી પાનાથની પ્રતિષ્ઠા કરાવી છે.
SR No.023160
Book TitleAgam Sara Sangraha
Original Sutra AuthorN/A
AuthorLalitvijay
PublisherSankheshwar Parshwanath Jain Derasar Pedhi
Publication Year1996
Total Pages542
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy