________________
( ૧૭૮ )
શાળા છે, સાતમા સુપાર્શ્વનાથ તેમ ત્રેવીશમા પાર્શ્વનાથજીના ચાર ચાર કલ્યાણકા અહીં થયાં હતાં, શ્રાવકાના આશરે ૨૫ ઘર છે.
સિહપુરી—તેની જગાએ હાલ હીરાવનપુર ગામ છે, અગીચારમાં શ્રેયાંસનાથજીના જન્માદિ ચાર કલ્યાણક અહી થયાં હતાં, સિંહપૂરીનું મ ંદિર ગામથી થોડે છેટે જંગલમાં છે, એક ધ શાળા અને ગીચા છે, મંદિરની વચમાં સમેસરણના આકાર, કલ્યાણુકૈાની સ્થાપના, વિશ્રુમાતાની મૂર્તિ, પાષણમાં અશેાક વૃક્ષ અને ચાંદ સુપન અને મેરૂ પર્વત વિગેરે છે, સમવસરણની પશ્ચિમમાં ચંદ્રપ્રભુનું મદિર વિગેરે છે.
ચદ્રાવતી—ગંગાકિનારે શ્રી ચંદ્રપ્રભુજીનું ખુબસુરત મંદિર છે. તેમના જન્માર્દિક ચાર કલ્યાણક અહી થયાં હતાં. મંદિરથી ૩૦૦ કદમ દૂર એક ધર્મશાળા છે.
જયપુર—અહીં ઝવેરી બજાર અને મંઘીવાળાના રસ્તાપર એ મદિરા, શહેર બહાર દાદાવાડીમાં એક મંદિર ને પગલા છે, ઘાટ દરવાજાથી બે માઇલ દૂર પણ એક મંદિર છે, શ્રાવકના ૧૨૫ ઘર છે. અહીનું ચિત્રકામ, પ્રતિમાજી વિગેરે સારાં થાય છે,
જોધપુર—અહીં કુલ નવ મંદિશ છે, જોધપૂરથી દોઢ કાશ પર ગુરાના તળાવ પાસે, એ મ ંદિર ને ધર્માંશાળા છે, મોટા મંદિરમાં પાર્શ્વનાથજીનીમુતિ અદભૂત છે, જોધપુરથી ઉત્તરે ત્રણ ગાઉ પર મંડાવર ગામે એ મંદિર છે, શ્રાવકની વસ્તી નથી. મોટા મદિરમાં પાર્શ્વનાથજીના નીચે સ. ૧૨૨૩ ના લેખ છે.
આશિયાજી—અહીંયાં પહેલાં ઘણા દેરાસરો હતાં. હાલમાં અહીં એકજ દેરાસર શ્રી મહાવીરસ્વામીનું છે, તેની તથા કારટાજીમાંથી શ્રી મહાવીર સ્વામીનુ દેરાસર છે, તે એની પ્રતિષ્ટા આશવાળ વશના સ્થાપક શ્રી પાનાથજીના સંતાનીયા શ્રી રત્નપ્રભસૂરિએ એક સાથે બે રૂપમાં કરી છે, તેવા તે પરાક્રમી હતા, આ દેરાસર પણ તે જ વખતનુ છે, તેને ફ્રી વિક્રમ સ, ૧૦૩૩ માં સમરાવેલુ છે, આ પ્રતિમાજી નવા છે, ત્યાં એક ૧૦૩૩ ને લેખ છે, તેમાં પરિહારવશ તથા વસરાજા જેને એક વખત