________________
(૧૨) એકવીશ પ્રકારી પૂજા વિધિ. (સકળચંદ ઉપાધ્યાય કૃત.)
મનહર છંદ. હવણને વિલેપન, અને આભરણ પુલ,
વાસંક્ષેપનું પૂજન, ધૂપ ધમકાર છે; દીપક ફળ અક્ષત, નાગર વેલીનાં પાન,
સોપારી નૈવેદ જળ, પૂજાના પ્રકાર છે. વસ્ત્રપૂજા ચામરને, છત્ર વાજીંત્ર ને ગીત,
નાટિક સ્તુતિ ભંડાર, વૃદ્ધિને તે કાર છે; એકવીશ પ્રકારની, પૂજા કાઉસગ્નધ્યાને,
લલીત સકળચંદે, રચી તેને સારી છે કે ૧
બાવીશ વસ્તુ વર્ણન. બ્રહ્મચારી જિન–નેમનાથ બાવીશમાં, બ્રહ્મચારી ભગવાન
તેરણથી પાછા ફર્યા, સુણી તીર્થંચ વાણ. નિમ કલ્યાણક – બાવીશમાં તે જિનનાં, ગઢ ગિરનારે જાણ
કલ્યાણક ત્યાં ત્રણ કહ્યાં, દીક્ષા નાણુ નિર્વાણ. બાવીશ પરણ્યા–તીર્થંકર વશમાં, બાવીશ પરણ્યા જાણ;
'નેમિ મલ્લી પરણ્યાનહિં,શાસ્ત્ર શાખે પ્રમાણ.
તેવીશ વસ્તુ વર્ણન. ૨૩ ભાગે સિદ્ધ–સિદ્ધ શિલાની ઉપરના, જે જન ભાગે જાણ
તેવિશ ભાગ તસ ઉપરે, સિદ્ધ જીનું સ્થાન. સિદ્ધના જી-સિદ્ધ શિલની ઊપર એક જોજનના ૨૪ ભાગ કરીયે તેમાં ૨૩ ભાગ નીચે મુકી છેવટના ૨૪ના ભાગમાં સિદ્ધના જ રહે છે. જેવીશજિન ચડયા-ચહી વીશ જિન ચડ્યા, શ્રી સિદ્ધાચળ સ્થાન,
નેમ એકજ નહિં ચડ્યા, આગમ એહ પ્રમાણ