________________
(૧૦૦) શ્રી વીશસ્થાનક તપ આરાધને પ્રત્યેક પદે ખમાસમણ
દઈ બેલવાના દુહા” અરિહત–પરમ પંચ પરમેષ્ટિમાં, પરમેશ્વર ભગવાન,
ચાર નિક્ષેપે થાઈએ, નમે નમે જિન ભાણું. ૧ સિદ્ધ– ગુણ અનંત નિર્મળ થયા, સહજ સ્વરૂપ ઉજાસ;
અષ્ટ કમ મળ ક્ષય કરી, ભયે સિદ્ધ નમે તા. ૨ પ્રવચન– ભાવાભય ઔષધ સમી, પ્રવચન અમૃત વૃષ્ટિ,
ત્રિભુવન જીવને સુખ કરી, જય જય પ્રવચન દષ્ટિ. ૩ આચાર્ય- છત્રીશ છત્રીશી ગુણે, યુગ પ્રધાન સુણદ
જિનમત પરમત જાણતાં, નમે નમે તે સૂરદ. ૪ થિાવર– તજી પરંપરિણતિ રમણુતા, લહે નિજ ભાવ સ્વરૂપ,
સ્થિર કરતા ભાવી લેકને, જય જયથિવિર અનુપ. ૫ ઉપાધ્યાય-ધ સૂક્ષમ વિરું જીવને, ન હોય તત્વ પ્રતીત;
ભણે ભણાવે સૂત્રને, જય જય પાઠક ગીત. ૬ સાધુ- સ્યાદવાદ ગુણ પરિણમે, રમતા સમતા સંગ;
સાધે શુદ્ધા નંદતા, નમે સાધુ શુભારંગ. ૭ જ્ઞાન– અધ્યાતમ જ્ઞાને કરી, વિધટે ભવભ્રમ ભીતિ,
સત્ય ધર્મ તે જ્ઞાન છે, નમેનમે જ્ઞાનની રીતિ. ૮ દર્શન– લેકા લેકના ભાવજે, કેવલિ ભાષિત જેહ;
સત્ય કરી અવધારતે, નમે નમે દર્શન તેહ. ૯ વિનય– શૌચ મૂળથી મહા ગુણ, સર્વ ધર્મને સાર;
ગુણ અનંતને કંદ એ, નમે વિનય આચાર. ૧૦ ચારિત્ર– રત્નત્રયી વિણ સાધના, નિષ્ફળ કહી સદીવ,
ભાવ યણનું નિધાન છે, જય જય સંયમ જીવ. ૧૧ બ્રહ્મચર્ય—જિન પ્રતિમા જિન મંદિર, કંચનના કરે જેહ;
બ્રહ્મવ્રતથી બહુ ફળ લહે, નમેન શિયળ સુદેહ. ૧૨ કિયા- આત્મ વિણ જે ક્રિયા, તે તે બાલક ચાલક
તત્યારથથી ધારીએ, નમે કિયા સુવિશાલ. ૧૩