________________
(૧૦૬) આવેલું ન હોય, ત્યાં પણ નવપદ પૈકી કોઈપણ પદનું ૨૦૦૦ વાર ગણુરું ગણવું ઘટે છે, બાકીને વિધિ નવપદની ઓળીમાં બતાવ્યા પ્રમાણે યથાગ્ય સમજી લે. પંચમી તપને મહિમા ને તેની સામાન્ય સમજ.
જ્ઞાનનું આરાધન કરવા શાસ્ત્રકારે પંચમી તપ કરવા જણાવ્યું છે, શકિત હોય તે સઘળી પંચમી કરવામાં આવે, નહિ તે દરેક માસની અજવાળી પંચમી, નહિ તે છેવટે કાર્તિક શુદિ પંચમી (સૌભાગ્ય પંચમી ) તે જરૂર કરવી જોઈએ, તેમાં ૨૦૦૦ વાર ગણુણું “ નામે નાણસ્સ ” એ પદનું ગણવું, કાઉસગ લેગસ્સ (૫) અથવા (૫૧) અને એટલાં જ ખમાસમણ વિગેરે પંચમી દિને દેવાં જોઈએ, આ તપ પણ યથાશકિત પાંચ માસ, પાંચ વરસ, અથવા અંદગી પર્યત કરવામાં આવે છે; તપના દિવસે યથાયોગ્ય પૌષધાદિક અંગીકાર કરી, જ્ઞાનીનું બહુમાન સાચવી જ્ઞાનાભ્યાસ કરે જઈએ.
અષ્ટમી તપને મહિમા ને તેની સમજ.
આવશ્યક સૂત્રની નિકિતમાં શ્રીમાન ભદ્રબાહસ્વામીજીએ કહ્યું છે કે-“અચ્છુકમ્મમહણી અઠ્ઠમી” એટલે આઠે કમનું મંથન કરનારી અષ્ટમી છે, અર્થાત વિધિયુકત અષ્ટમીને તપ કરતાં આઠે કર્મને ક્ષય થઈ શકે છે, આઠમના દિવસે બની શકે ત્યાં સુધી અવશ્ય પૌષધ પ્રમુખ કરવું જોઈએ, તે તપ યથાશક્તિ ૮ માસ, ૮ વર્ષ અથવા અંદગી પર્યત કરે ઘટે છે. એકાદશી તપને મહિમા ને તેની સામાન્ય સમજ
અગીઆર અંગનું આરાધન કરવા આ તપનું નિર્માણ છે, શ્રી નેમીનાથ ભગવાનને કૃષ્ણજીએ પિતાના ઉદ્ધાર અર્થે કાંઈ સાધન માટે પુછયું હતું, ત્યારે ભગવાને તેને એકાદશીનું આરાધન કરવા જણાવ્યું હતું, સુવ્રત શેઠે આ પર્વનું યથાવિધિ આરાધન કરેલું છે, તપના દિવસે એકચિત્તે પિષધાદિકનું સેવન કરવું, અને તે તપ યથાશકિત ૧૧ માસ, ૧૧ વર્ષ યાવત જીવિત પર્યત