SearchBrowseAboutContactDonate
Page Preview
Page 322
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦૩ ગયો. દેવ આશ્ચર્ય પામ્યો અને સનંતકુમારને વંદન કરીને સ્વસ્થાનકે ગયો. અનંતકુમાર મુનિ મહાન તપશ્ચર્યા કરીને નિર્વાણ પદને પામ્યા. ૨૧૭. સંગર (ચક્રવર્તી) અયોધ્યા નગરીમાં વિજય નામે રાજા હતા. તેમના ભાઈ સુમિત્રની યશોમતી રાણુની કુક્ષિએ સગર ચક્રવર્તીને જન્મ થયો. વિજય રાજાને “અજિતનાથ' (બીજા તીર્થકર) નામે પુત્ર હતા. સગર અને અજિતનાથ એક જ દિવસે જમ્યા. રાજ્યમાં આનંદ ફેલાઈ રહ્યો. વિજય રાજાએ પોતાનું રાજ્ય અજિતનાથને સંપી દીક્ષા લીધી; તેમજ સુમિત્ર રાજાએ પણ દીક્ષા લીધી; શ્રી અજિતનાથ રાજગાદી પર આવ્યા. કેટલાક વખત પછી તેઓ પણ પોતાનું રાજ્ય સગરને સોંપી ધર્મતીર્થ પ્રવર્તાવવા દીક્ષા લઈ ચાલી નીકળ્યા. ત્યારપછી સગરે પોતાના રાજ્યને વિસ્તાર વધારવા છખંડ સાધ્યા અને ચક્રવર્તી થયા. સગરને સાઠ હજાર પુત્રો હતા. એકવાર સગર ચક્રવર્તી દેશાટન નીકળ્યા, તે વખતે અષ્ટાપદ પર્વત પાસે તેમણે એક ખાઈ બનાવરાવીને તેમાં ગંગાને પ્રવાહ વાળ્યો, આથી નાગકુમાર દેવતાઓ, પિતાને અડચણ પડતી હાઈ, સગર પર ક્રોધાયમાન થયા, અને તેના સાઠ હજાર પુત્રોને બાળીને ભસ્મ કર્યા. આ વખતે તેઓ સઘળા અયોધ્યામાં હતા. સગર જ્યારે દેશાટનથી પાછા ફરતા હતા, ત્યારે એક ઈંદ્ર બ્રાહ્મણનું રૂપ ધરી સગર પાસે આવ્યો, અને રડતાં રડતાં બોલ્યો. કે અરેરે, મહારે પુત્ર મરી ગયે, હું શું કરીશ? આ સાંભળી સગરે કહ્યુંઃ મહારાજ, આ જગત્ વિનાશી છે, મૃત્યુ કોઈને છોડતું નથી. તે પછી આટલો વિલાપ શાને કરો છે ? મહારે ૬૦૦૦૦ પુત્રો છે, જે તેઓ સઘળાય મૃત્યુ પામે, તે પણ મને શોક થાય નહિ. આ સાંભળી તે બ્રાહ્મણે કહ્યું -રાજનું, મેં સાંભળ્યું છે કે આપના સાઠહજાર પુત્રો દેવના કેપથી બળીને ભસ્મ થયા છે. એમ કહી દેવ અદશ્ય થયો. સગર રાજાને આથી ઘણો શોક થયો. રાજ્યમાં
SR No.023159
Book TitleJainagam Katha Kosh
Original Sutra AuthorN/A
AuthorJivanlal Chaganlal Sanghvi
PublisherJivanlal Chaganlal Sanghvi
Publication Year
Total Pages372
LanguageGujarati
ClassificationDictionary & agam_dictionary
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy