SearchBrowseAboutContactDonate
Page Preview
Page 262
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૩ ઘણે જ ગુસ્સે થયો અને તેને તેણે કાઢી મૂક્યા. પરિણામે છએ રાજાએ સંધી કરીને પિતાનું લશ્કર લઈ કુંભરાજા પર ચડી આવ્યા અને નગરીને ઘેરો ઘાલ્યો. કુંભરાજા લડે, પરંતુ છ જણાના એકત્ર સૈન્ય સામે તે ફાવી શક્યો નહિ, તેથી તે મહેલમાં પેસી શેક કરવા લાગ્યો. મલીકુંવરીએ વાત જાણી તેથી તેણે પિતા પાસે જઈ શક ન કરવાનું કહ્યું અને જણાવ્યું કે પિતાજી, તમે દૂત મોકલી તે છએ રાજાઓને જણાવો કે હું તમને મલ્લીકુંવરી આપીશ. અને તેઓને મિથિલા નગરીમાં પ્રવેશ કરાવી જે ગુપ્ત ઘર બનાવ્યું છે તેમાં રાખો. રાજાએ તે પ્રમાણે કર્યું. જ્યારે પેલા છ રાજાઓને ગુuઘરમાં લઈ જવામાં આવ્યા ત્યારે ઢાંકણવાળી જે પ્રતિમા બનાવેલી તે દેખીને બધા મૂછિત થઈ ગયા, સાક્ષાત ભલ્લીકુંવરી માનીને તેના પ્રત્યે તેઓ અનિમેષ નજરે જોઈ જ રહ્યા. ત્યારબાદ મલીકુંવરીએ પાછળથી તે પ્રતિમા પાસે આવીને તેનું ઢાંકણું ખોલી નાખ્યું, કે તરત જ તેમાંથી પારાવાર દુર્ગધ છૂટી, તે સહન ન થઈ શકવાથી છ રાજાઓ નાક આડું કપડું રાખીને પાછળ ફરીને ઉભા રહ્યા, ત્યારે મલ્લીકુંવરીએ કહ્યું. હે રાજાઓ, તમે શા માટે નાક આડું વસ્ત્ર રાખે છે? રાજાએ કહ્યું કે આ દુર્ગધથી અમારાથી રહેવાતું નથી. મલીકુંવરીએ કહ્યું. આ સુવર્ણ પ્રતિમા છે. તેમાં હું હમેશાં એકેક પિંડ (કોળીયો) ખોરાકનો નાખતી. તેનાથી આટલી તીવ્ર દુર્ગધ થઈ તે વમન, પિત્ત, શુક્ર, રુધિર, ખરાબ ઉશ્વાસ નિઃશ્વાસ, મૂત્ર, વિષ્ટાથી ભરેલાં આ ઉદારીક શરીરમાં કેટલી દુર્ગધ હશે ? વિચાર કરે, હે રાજન, વિચાર કરે; અને તમે મનુષ્યના કામગમાં આશક્ત ન બનો. આથી ત્રીજા ભવમાં આપણે મહાબળ પ્રમુખ સાત મિત્રો હતા, સાથે જન્મેલાં, સાથે જ દીક્ષા લીધી હતી. અને સરખો જ તપ કરતા હતા. પણ હું તમારાથી કપટભાવે એકેક
SR No.023159
Book TitleJainagam Katha Kosh
Original Sutra AuthorN/A
AuthorJivanlal Chaganlal Sanghvi
PublisherJivanlal Chaganlal Sanghvi
Publication Year
Total Pages372
LanguageGujarati
ClassificationDictionary & agam_dictionary
File Size21 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy