SearchBrowseAboutContactDonate
Page Preview
Page 236
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૭ ઉપાશ્રયમાં વંદણું, સેવા ભક્તિ કરે, (૩) ગોચરી વખતે સાધુમુનિની સેવા કરે, ભાત પાણી વહેરાવે. (૪) જ્યાં જ્યાં સાધુ મુનિને દેખે ત્યાં ત્યાં પ્રેમપૂર્વક વંદન કરે. હે ચિત્ત. હમારા પ્રદેશી રાજા આરામમાં પડયા રહે છે. સાધુ મુનિને સત્કાર કરતા નથી, તો હું તેમને કઈ રીતે ધર્મ બોધ આપું ? ત્યારે ચિત્ત સારથીએ કહ્યું. પ્રભુ, મારે તેમની સાથે જોડા જોવાને માટે ફરવા નીકળવું છે, તો તે રીતે હું તેમને આપની પાસે લાવીશ. આપ ધર્મબોધ આપજે. એટલું કહી ચિત્ત વંદન કરીને સ્વસ્થાનકે ગયો. પ્રભાત થયું. ચિત્ત સારથીએ પ્રદેશ રાજાને કહ્યું કે કંબોજ દેશથી જે ચાર ઘેડા આવ્યા છે, તે ઘડાઓ ચાલવામાં કેવા છે તે જેવા સારૂ પધારો. આપણે બંને જઈએ. પ્રદેશી રાજા તે સાંભળી તૈિયાર થયો. રાજા અને ચિત્ત એક રથમાં બેસી તે ઘડાઓ તે રથને જોડી ફરવા માટે ચાલી નીકળ્યા. ઘડાઓ પાણીદાર હતા તેથી લગામ મુક્તાની સાથે પૂરપાટ દોડવા લાગ્યા અને થોડાક વખતમાં તે હજાર ગાઉ નીકળી ગયા. રાજાને ભૂખ, તરસ અને થાક લાગવાથી રથને પાછો ફેરવવા ચિત્તને કહ્યું. ચિત્તસારથીએ રથને પાછા ફેરવ્યો, અને જ્યાં મૃગવન નામનું ઉદ્યાન હતું. અને જેમાં શ્રી કેશી સ્વામી ઉતરેલા, ત્યાં રથને લાવ્યા. ઘડાઓ ત્યાં છૂટા કર્યા અને બંને જણ એક વૃક્ષની નીચે વિસામે લેવા બેઠા. અહિંયા કેશી સ્વામી બુલંદ અવાજથો લોકોને ધર્મોપદેશ આપી રહ્યા હતા. અવાજ સાંભળી પરદેશી રાજા મનમાં વિચારવા લાગ્યો કે આ જડ જેવો લાગે છે. તેમજ તેને સાંભળનારા લોકો પણ જડ છે, કે જેઓ માત્ર જડની જ ઉપાસના કરે છે. વળી આ ભાષણ કરનારા માણસે મારા બાગની કેટલી બધી જમીન રોકી છે. પણ આ માણસ દેખાવમાં ઘણેજ કાંતિવાળો જણાય છે, એમ ધારી તે માણસને ઓળખવા માટે રાજાએ ચિત્ત પ્રધાનને પૂછ્યું. ચિત્તે કહ્યું,
SR No.023159
Book TitleJainagam Katha Kosh
Original Sutra AuthorN/A
AuthorJivanlal Chaganlal Sanghvi
PublisherJivanlal Chaganlal Sanghvi
Publication Year
Total Pages372
LanguageGujarati
ClassificationDictionary & agam_dictionary
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy