________________
આજ્ઞા માગી. માતાપુત્રને સંવાદ થયો. પુત્રને તીવ્ર વૈરાગ્ય જોઈ માતા સંવાદમાં છતી નહી. પરિણામે દીક્ષાની રજા આપવી પડી. ત્યાંથી તે રાજદરબારમાં શ્રીકૃષ્ણ વાસુદેવ પાસે ગઈ, સર્વવત વિદિત કરી અને છત્ર, મુગટ, ચામર વગેરેની માગણી કરી. કૃષ્ણ વાસુદેવે પિતે જ થાવપુત્રનો દીક્ષા મહોત્સવ કરવાનું કહ્યું. પ્રથમ તો શ્રી કૃષ્ણ થાવચ્ચકમારને દીક્ષા નહિ લેવા અને પોતાના આશ્રય તળે આવવા સમજાવ્યું. કુમારે જવાબ આપ્યો:–મહારાજા, જે તમે જન્મ, જરા અને મૃત્યુનો નાશ કરી શકતા હે તો હું તમારા આશ્રયે આવું. કૃષ્ણે કહ્યું. તે તો દેવ કે દાનવોથી પણ બની શકે તેમ નથી.
છેવટે કૃષ્ણ વાસુદેવ નગરમાં જેને દીક્ષા લેવી હોય તે લે, તેમનાં સગાં, કુટુંબનો નિર્વાહ હું કરીશ.” એવો અમર પડહ વગડાવ્યો. પરિણામે એક હજાર પુરૂષો દીક્ષા લેવા તૈયાર થયા. થાવચ્ચપુત્રે પંચમુષ્ટિ લોન્ચ કર્યો અને તેમનાથ પ્રભુ પાસે દીક્ષિત થયાં. ચૌદપૂર્વનો અભ્યાસ કરી ત૫ સંવરમાં આત્માને ભાવતાં થાવચ્ચપુત્ર વિચરવા લાગ્યા.
એક વખત થાવચ્ચપુત્રે પિતાના એક હજાર શિષ્યો સાથે જનપદ દેશમાં વિહાર કરવા માટે ભગવાન પાસે આજ્ઞા માગી. ભગવાને આજ્ઞા આપી. જનપદદેશના શેલગપુર ગામના શેલગરાજા તથા પંથક પ્રમુખ તેના પાંચસો મંત્રિને પિતાના ઉપદેશથી શ્રાવક ધર્મ અંગીકાર કરાવ્યો. તે વખતે સાંખ્યમતવાળા શુક નામે પરિવ્રાજક હતા. તે અનેક લોકોને પોતાને શુચિધર્મનો ઉપદેશ આપી પ્રતિબોધતો, અને સુદર્શન નામે મહારૂદ્ધિવંત શેઠ શુચિ એ ધર્મનું મૂળ છે, એ સત્યમાની તેને અનુયાયી થયો. પરંતુ થાવર્સીપુ “વિનય એ ધર્મનું મૂળ’ છે એ સચોટ સમજાવવાથી સુદર્શન શ્રાવક થયો હતો. આ વાતની શુકને ખબર પડવાથી તે સુદર્શન પાસે આવ્યો, સુદર્શને તેને થાવપુત્ર પાસે મેક. બંનેને સંવાદ થયો. થાવચ્ચપુત્રની