________________
૧૩૬ સમાવનાર છે, તેમને જ હું બ્રાહ્મણ કહું છું. જે જીવદયા પાળે, સત્ય બેલે, વગર આપ્યું એક તણખલું સરખું પણ ન લ્ય, બ્રહ્માચર્ય પાળે અને નિષ્પરિગ્રહી બને, તેને હું બ્રાહ્મણ કહું છું. સંસારના કામભોગને વિષે લુબ્ધ ન થાય તેમજ સંયમ અને તપને માટે માત્ર શરીર નીભાવવાના હેતુથી જ ખોરાક લે છે, પણ ઈદ્રિ
ની વિકારવૃદ્ધિ અર્થે ખોરાક લેતો નથી, તેને જ હું બ્રાહ્મણ કહું છું.
હે વિજયષ, આ પશુઓની હિંસાથી યજ્ઞ કરનાર તો ઉલટા દુર્ગતિમાં જનાર છે. વળી માથું મુંડાવવાથી સાધુ ન કહેવાય, હકાર ભણવાથી બ્રાહ્મણ ન કહેવાય, વનમાં વસે તેજ મુનિ, એમ ન કહેવાય અને ભગવા પહેરે તેજ તાપસ ન કહેવાય. પરંતુ જે શત્રુ તથા મિત્ર પર સમભાવ રાખે તે સાધુ, બ્રહ્મચર્ય પાળે તે બ્રાહ્મણ, જ્ઞાન હોય તે મુનિ અને બાર પ્રકારનો તપ કરે તે તાપસ કહેવાય. આવો અહિંસામય ધર્મ સર્વ તીર્થકર દેવોએ પ્રરૂપ્યો છે. આવી રીતે જયઘોષ મુનિએ “બ્રાહ્મણ કોને કહેવાય’ એ સંબંધીનું યથાર્થ રહસ્ય વિજયેષને સમજાવ્યું. વિજયઘોષે આથી પ્રસન્ન થઈ જયઘોષને આહાર પાણી લેવાનું આમંત્રણ આપ્યું, પરંતુ જયઘોષે કહ્યું–હે આર્ય, મારે ભિક્ષાનું ખાસ પ્રયોજન નથી, પરતુ આ ઘર સંસાર સમુદ્રમાંથી શીધ્ર તરવા માટે કટિબદ્ધ થા અને સંયમ અંગીકાર કર. આ સાંભળી વિજય જયઘોષ મુનિ પાસે જૈન ધર્મની દીક્ષા લીધી. ત્યારબાદ બંને મુનિવરે સખ્ત તપ, જપ, ક્રિયાઓ કરી પૂર્વ કર્મોને ક્ષય કરી કૈવલ્યજ્ઞાન પામ્યા અને મેક્ષમાં ગયા.
૧૦૧ જયન્તી. એ કૌશામ્બી નગરીના રાજા શતાનિકની બહેન અને ઉદાયન રાજાની ફેઈ થતી હતી. ભગવાન મહાવીરદેવની તે પરમ શ્રમણપાસિકા હતી. તેને જીવ અછવાદિ નવ તત્ત્વના રહસ્યનું સારું જ્ઞાન