SearchBrowseAboutContactDonate
Page Preview
Page 154
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૫ અજ્ઞાનતા મારે ટાળવી જોઈએ, અને અંધશ્રદ્ધાળુ બ્રાહ્મણોની સાન ઠેકાણે લાવી મોક્ષને સાચો માર્ગ મારે બતાવો જોઈએ, એ આશયથી જયઘોષ મુનિ ત્યાંથી ખસ્યા નહિ, પણ તેમણે વિજયશેષને કહ્યું –વિપ્ર, વેદમાં મુખ્ય કોણ? યજ્ઞમાં મુખ્ય કેણ? નક્ષત્રમાં મુખ્ય કોણ? ધર્મમાં મુખ્ય કોણ? અને સંસાર સમુદ્રથી ઉદ્ધારનાર કેશુ? તે તું જાણે છે ? જે જાણતો હોય તો આ પ્રશ્નોના ઉત્તર આપ. વિજયાષ આ પ્રશ્નોના જવાબો આપવા માટે અસમર્થ હતો. તેણે જયઘોષને કહ્યું –મુનિ, હમેજ આના જવાબો કૃપા કરીને આપો. | મુનિ બોલ્યા –વેદમાં અગ્નિહોત્ર મુખ્ય છે. અગ્નિહોત્ર કેવો હોય તે સાંભળ. ૧ વરૂપ કુંડું. ૨ તપરૂપ વેદિકા. ૩ કર્મરૂપી ઈધણ. ૪ ધ્યાન રૂ૫ અગ્નિ, ૫ શરીરરૂપ ગેર, ૬ શુભગ રૂપ ચાટવા, ૭ શુભ ભાવના તથા જીવદયા રૂપી આહૂતિ, એ અગ્નિહેત્ર વેદમાં મુખ્ય છે. જે વેદમાં આવો અગ્નિહોત્ર કહ્યો હોય તે વેદ પ્રમાણ છે. વળી એ સંયમરૂપ યજ્ઞના અર્થી સાધુઓ યાને પ્રવર્તાવનાર છે, નક્ષત્રમાં ચંદ્રમા મુખ્ય છે, ધર્મના પ્રરૂપકોમાં ભ૦ ઋષભદેવ અને ભવ્ય મહાવીર પ્રમુખ તીર્થકરે મુખ્ય છે; જેમ ગ્રહ, નક્ષત્ર, અને તારાઓ ચંદ્રમાની સેવા કરે છે, તેમ ઈંદ્રાદિ દેવ તીર્થકરોની સેવા કરે છે. જેઓ વેદ તત્વના અજાણ છે, મહવંત છે અને જેમના હૃદયમાં કપાયરૂપી અગ્નિ ભરેલે છે, જેઓ સ્વાધ્યાય અને તપ કરતા નથી, એવા વિપ્રો, જેઓ તપ કરે છે તેમને હું વિપ્ર કહેતા નથી; પણ જેઓ સ્વજનાદિના સ્થાનકે જવાથી નારાજ ન થાય અને ત્યાં રહેવામાં આસક્ત ન બને એવા તીર્થકર દેવાએ કહેલા બ્રાહ્મણોને જ હું બ્રાહ્મણ કહું છું. જેણે તપ રૂ૫ અગ્નિ વડે કર્મરૂપ મેલને બાળ્યો છે, તેમજ રાગ, દ્વેષ અને લોકાદિક સાત ભય તજ્યા છે, તેને હું બ્રાહ્મણ કહું છું. જેઓ ઇદ્રિને દમનાર, તપશ્ચર્યામાં આનંદ માનનાર અને કષાયોને
SR No.023159
Book TitleJainagam Katha Kosh
Original Sutra AuthorN/A
AuthorJivanlal Chaganlal Sanghvi
PublisherJivanlal Chaganlal Sanghvi
Publication Year
Total Pages372
LanguageGujarati
ClassificationDictionary & agam_dictionary
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy