________________
૩૧૬
શ્રી કલ્પસૂત્રસ્ય બાલાવબોધ: ગુરૂ કહ્યું, તમેં દીક્ષા લે, તે અમે ખાવાને આપીયે. તે સાંભલી પેલા ભિખારીયે દીક્ષા લીધી. પછી તેણે ભૂખું મરતાં સરસ આહાર ઘણે વાપર્યો. તેણે કરી અજીર્ણ થયું, તેથી તરત મરણ પામી સંપ્રતિરાજા છે. હવે તે રાજા એક દિવસેં ખેં બેઠે છે, એટલામાં સાધુને દીઠા. તેવારે વિચાર્યું કે આવા સાધુ તો મેં પૂર્વે દીઠા હતા? એમ ઈહાપ કરતા જાતિસ્મરણ જ્ઞાન ઉપનું, તેથી પૂર્વભવ સાંભર્યો. પછી ઉતરીને ગુરૂને વાંદ્યા. ગુરૂર્યે કહ્યું, તમે જૈનધર્મ દીપાવે. તે પછી સંપ્રતિ રાજાર્યો સવા લાખ દેરાસર કરાવ્યાં. એ બેહ આચાર્યો જિનકલ્પી સાધુ જેવું ઉત્કૃષ્ટ ચારિત્ર પાવ્યું છેua नवमा सुस्थित सुप्रतिबद्धा, दोय आचारज जाणो जी॥ कोडीवार सरिमंत्र जप्याथी, कोटिक बिरुद धराणो जी ॥ आठ पाट लगें बिरूद निग्रंथ, हवे दशमा इंद्रदिन्ना जी॥ एका दशमा दश पूरवधर, सूरिश्री वली दिन्ना जी ॥ ४ ॥
અર્થ:–હવે નવમે પાટે સુસ્થિત અને સુપ્રતિબદ્ધ એવા નામેં બે આચાર્ય થયા. તેમને માંહો માંહે સામાચારીમાં ફેર પડયે. તેમના શિષ્ય કેટલાએક બીજા પાસે ગયા છે. એમણે કેટીવાર સૂરિમંત્ર જપે. તે મંત્રના પ્રભાવથી વીસ દિવસ માંહે કોટિક બિરૂદ ધારણ કર્યું. અહીંથી કેટિક ગણુની સ્થાપના થઈ. પૂર્વે આઠ પાટ પર્યત તે નિગ્રંથનું બિરૂદ ધારણ કરેલું હતું. અને નવમા પાટથી કેટિક બિરૂદ ધારણ થયું. હવે દશમે પાટે ઈદિવસૂરિ થયા. વલી અગીઆરમે પાટે શ્રીદિન્નસૂરિ દશ પૂર્વ ધર થયા છે ૪