________________
૨૫૮
શ્રી કલ્પસૂત્રસ્ય બાલાવબેધ
તમેં ઘરે બેઠાં થકાં ધર્મ પુણ્ય કરે. એવા પ્રભુના વચન સાંભલી રાજીમતી શીલ પાલતી પિતાને ઘરે પુણ્ય કરતી વિચરે છે. હવે ભગવાન સંસાર થકી વિરક્ત થયા દેખી દીક્ષાને અવસર જાણી સારસ્વત પ્રમુખ નવ લેકાંતિક દે આવીને વિનતિ કરવા લાગી કે, હે? પ્રભુ આપ તેને બીજાને તારે છે ૭ कुमरपणे वर्ष त्रणरों रे, वसीया देइदान ॥ सोभा० ॥ श्रावणशुदि छठिदिन्ने रे, सहस्स पुरुष शुं मान ।सोभा०॥९॥
અર્થ--ત્રણસેં વર્ષ ભગવાન કુમરપણે રહ્યા. પછી વરશી દાન આપીને ગોત્રને ધન આપ્યું. હવે વર્ષાઋતુને પ્રથમ માસ બીજે પખવાડે શ્રાવણ શુદિ છઠના દિવસે બે પહોર દિવસ ચડે થકે ઉત્તર કુનામા પાલખીને વિષે બેસીને દેવ દાનવ મનુષ્યના સમૂહ પઠે વહેતા થકા યાવત્ ઘણા આડંબરે દ્વારિકા નગરીના મધ્યવિચાર્લે થઈ નિકલ્યા પહેલા छठभक्त चित्ता रिरकेंरे, सहसावने लीए जोग ॥ सो०॥ छद्मस्था चउपनदिनेरे, लहे केवल संजोग ॥ सो० ॥१०॥
અર્થ:–૭ઠ ભક્ત ચઉવિહાર કરે થકે ચિત્રાનક્ષત્રને વિષે ચંદ્રમાને વેગ આવે કે પ્રભુજી હજાર પુરૂષની સંઘાતે સાધુ થયા, દીક્ષા લીધી અણગારપણું પડિવાયું. યાવતુ સર્વ પરિગ્રહ રહિત થયા. એક દેવ દુષ્ય વસ્ત્ર લઈને ખભે મૂક્યું. પછી ચેપન દિવસ સુધી કાયા સરાવી. દેવ સંબંધી તિર્યંચ સંબંધી મનુષ્ય સંબંધી અનુકૂલ પ્રતિકૂલ ઉપસર્ગ સહન કરતા પણ મેરૂની પરે અડગ રહ્યા થકાં