________________
૨૦૨
શ્રી કલ્પસૂત્રસ્ય બાલાવબોધઃ
जीव कर्म तजीव शरीर, भूत तेहवो बंधमोख तो॥ देव नारक पुण्य परलोकनो, मोक्ष न माने रे एसंशय देख तो ॥धन०॥५॥
અર્થ-પહેલાને તે જીવ છે કિવા નથી? એ સંદેહ છે. બીજાને કર્મ છે કિંવા નથી? એ સંદેહ છે. ત્રીજાને જીવથી શરીર છૂટું નથી ? અર્થાત્ તેજ જીવને તેજ શરીર એ સંદેહ છે. ચોથાને પાંચ ભૂત અને જીવ એક છે કે જૂદા છે? એ સંદેહ છે. પાંચમાને આ ભવમાં જે જે હોય, તે પરભવમાં પણ તે જ થાય. સ્ત્રી હોય તો સ્ત્રી થાય? એ સંદેહ છે. છઠને બંધ મક્ષ છે કિંવા નથી? એ સંદેહ છે. સાતમાને દેવતાઓ નથી એ સંદેહ છે. આઠમાને નારકી નથી, એ સંદેહ છે. નવમાને પુણ્ય પાપ નથી, એ સંદેહ છે. દશમાને પરલોક છે કે નથી, એ સંદેહ છે. અગીઆરમાને મોક્ષ નથી, એ સંદેહ છે કે ૫ છે सुणी वीर सर्वज्ञने, आविया धरी अभिमान तो ॥ निःसंशय करी तेहने, देइ दीक्षा रे कह्यो जन्म प्रमाण तो ॥ ६ ॥
અર્થ-તે અગીઆરે જણ શ્રીવીર સર્વજ્ઞનું આગમન દેખી, અભિમાન ધરતાં થકાં ત્યાં આવ્યા. તેને પ્રભુર્યો સંશય રહિત કરી દીક્ષા આપીને તેમને જન્મ પવિત્ર કર્યો, તે કથા કહે છે. તે પંડિતે વેદ શાસ્ત્રના જાણુ છે, વ્યાકરણ છંદના જાણ, તર્કના જાણ, જોતિષના જાણ, એવા બીજા પણ અનેક પંડિતે આવ્યા છે તે યજન, યાપન, અધ્યયન, અધ્યાપન, દાન, પ્રતિગ્રહ, એ ષટ કર્મ સાધે છે. પ્રભા બ્રહ્મગાયત્રી જપ કરે છે, મધ્યાન્હે વિષગાયત્રી કરે છે,