________________
મતભેદ પાંચમું વખાણ
૧૬૩
त्रटक ॥ धरूं सहाय न केहतुं इम, सुणि हरि इंद्रे गया। सिद्धारथ व्यंतर पासे थापे, प्रभु संयमधर थया॥ बहुल ब्राह्मण घरे पारणु, परमानें पंचदिव्यशुं ॥ पंचमुं वखाण इणि परें जाणिये, ज्ञानविमल कहे इश्यु ॥ ७॥
અર્થ:-હવે આગલ છઠું વખાણ ભવ્ય જીવોને કર્મની ગતિ દેખાડવા ભણી કહે છે. કેમકે કર્મની ગતિ અત્યંત બળવાનું છે, કરેલા કર્મ ભગવંત મહારાજાને પણ અવશ્ય ભેગવવાં પડ્યાં છે, ભગવાને પણ ઘણા ઉપસર્ગ સહન કર્યા તે છઠા વખાણને વિષે કહે છે. ત્યાં હવે જે દિવસને વિષે ભગવંતે દીક્ષા લઈને વિહાર કર્યો, તે દિવસનીજ રાત્રિને વિષે જે ગોવાલીયે પરીસહ ઉપસર્ગ કરવા માંડયા, તે કહે છે. ભગવંત કુમારગ્રામેં રાત્રે કાઉસ્સગ્ગ કરી નિશ્ચલ ધ્યાને રહ્યા છે, એવામાં એક ગોવાલી આખે. દિવસ બલદને ખેડીને બાહેર જ્યાં ભગવંત ઉભા છે, ત્યાં તેમની પાસેં બલદ મૂકીને પોતેં ગાય દેવાને ગામમાં ગયો. પાછલથી બલદ આખા દિવસના ભૂખ્યા હતા, તે ચરતા ચરતા વનમાં ગયા. અનુક્રમેં ગવાલિયે પાછો આવીને જુવે છે તો બલદ દીઠા નહીં. તેવારેં પ્રભુને પૂછયું જે મહારા બલદ કિહાં ગયા ? પણ ભગવંત મૌન થકા બોલ્યા નહીં. પછી ગોવાલીયે આખી રાત્રિ વનમાં જઈ બલદને શોધ્યા, પણ બલદ જડયા નહીં અને બલદ તે વનમાં ચરી, ફરી, પાછલી રાત્રે પોતાની મેલે ત્યાં આવી બેઠા. ગોવાલીયે પાછો આવ્ય, તેવા૨ે તિહાં બલદ બેઠેલા દેખી ક્રોધ પામ્ય અને કહેવા લાગે કે અરે પાપી ! પાખંડી! એ બલદ તે