SearchBrowseAboutContactDonate
Page Preview
Page 6
Loading...
Download File
Download File
Page Text
________________ કરે છે એ મુખ્ય હેઈ કાઠિયા, ધમ ધણું કે પાપી ? જીવે ભાડે રાખેલ ખોટ, મોક્ષમાર્ગના બર્ડો આદિ પ્રાસંગિક પણ કહેવાયું છે. આ દેશનાકાર મહાત્માની વિદ્વત્તા, અખંડ અભ્યાસ આદિ ગુણે માટે અનેક હિંદી ગુજરાતી પત્રિકાઓમાં બહું ઊંચા અભિપ્રાય પ્રકાશિત થયા જ છે. હમણું જ લખનૌમાં મળેલી ઓલ ઇન્ડિયા ઓરિએંટલ કોન્ફરન્સના પ્રાકૃત અને જૈનવિભાગના અધ્યક્ષ અને વિદ્વત્નમાળાના અણમેલ જવાહર પંડિતપ્રવર શ્રી. સુખલાલજી સંઘવી પણ પિતાના અધ્યક્ષીય ભાષણમાં આ સ્વર્ગસ્થ આગમેદાર માટે જણાવે છે કે-“ * * * તેઓએ પોતાનું આખું જીવન અનેક પ્રકારના પુસ્તકપ્રકાશનમાં વીતાવ્યું, તેઓની જ એકાગ્રતા અને કાર્યપરાયણતાથી આજે વિધાનને જૈન સાહિત્યને બહુ મોટો ભાગ સુલભ થયો છે. તેઓ પોતાની ધૂનમાં એટલા પાકા હતા કે, શરૂ કરેલું કામ એકલે હાથે પૂરું કરવામાં તે કદી અચકાયા નથી. xxx આપણે બધા સાહિત્યસંશોધન પ્રેમીઓ તેઓના કાર્યનું મૂલ્યાંકન કરી શકીએ છીએ. આપણે એમના સમાહિત આત્મા પ્રત્યે આપણે હાર્દિક આદર પ્રગટ કરીએ.” આ પુસ્તકની પ્રેસકોપી મુનિ ગુણસાગરજી પાસેથી પ્રાયઃ જેવી મળી તેવી જ અને “ષોડશક”ના વ્યાખ્યાનની તેઓએ જેટલી આપી તેટલી, તે પણ ત્રુટિત-છાપી છે. કોઈકેઈ ઠેકાણે અલ્પ ફેરફાર ફક્ત વાક્યરચનામાંને દેષ દૂર કરવા પૂરતો જ કર્યો છે. તેમ કરતાં દેશનાકારને આશય મતિમતાથી બદલાયો હોય, તેમજ છપાવતાં યથાશક્ય સાવચેતી રાખવા છતાં દષ્ટિદોષથી કોઈ ભૂલ રહી ગઈ હોય તે તે માટે હું પ્રવચનકારની અને વાંચકોની ક્ષમા માગું છું. આ અને સ્તવન સજઝાય સંગ્રહ પુસ્તક છપાવવા માટે બે હજાર જેવી મોટી રકમ ઉદારતાપૂર્વક શેઠ મોટાછ રગનાથજી લાક
SR No.023157
Book TitleDhandhero Athva Gurumantra
Original Sutra AuthorN/A
AuthorSagranandsuri
PublisherRatanchand Shankarlal Shah
Publication Year1951
Total Pages394
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy