________________
ત્રીજુ ] -
સદુધમપરીક્ષક
૩૧
કોણે કરી ? કહે કે ન્યાયાધીશ વિના આ બન્યું શાથી? તારા હિસાબે તે ઝાડે કરવા પણ ન્યાયાધીશ જોઇશેને? જગતના પદાર્થો પિતાની મેળે પિતાનું કાર્ય કરે જ છે. તેમ શુભ કે અશુભ પુદ્ગલો બંધાય તે પિતાનું કાર્ય કરે જ, તેમાં ન્યાયાધીશની જરૂર ન હોય. જો તું કમમાં ન્યાયાધીશને લાવીશ, તો પછી બળતરા, ઠંડક આદિમાં પણ જોઇશેને? કહે કે પદાર્થ જડ હોવા છતાં તેનો સ્વભાવ છે કે તે તે રૂપે પરિણમે છે. તેમ અહીં કમેને સ્વભાવ છે કે જે જે રૂપે હોય તે તે રૂપે પરિણમે. એટલે પાપના પુગળને સ્વભાવ છે કે તે દુઃખરૂપે પરિણમે જ. તેવી જ રીતે પુણ્યના પુદ્ગળને સ્વભાવ છે કે તે સુખ રૂપે જ પરિણમે. અરે ! ક્ષણે ક્ષણે આપણી પરિણતિ ફેરફાર થાય છે. તેમજ ક્ષણમાં કેઈના પ્રત્યે ધિ થયો અને તેને ગાળ દીધી. તેથી ઇશ્વરે ગાળ કહેવડાવી એમ કહેવાય છે?
બીજાના સંસ્કાર–ભૂંડામાં ભગવાન હવે જેને લોકો પાસેથી ભગવાનના નામે ધૂતી ખાવું છે તે લોકો જ ઇશ્વરને કર્તા કહે છે. ઇશ્વરના દલાલરૂપે વચ્ચે રહેવાથી બ્રાહ્મણે શ્રાદ્ધ આદિમાં કમાઈ ખાય છે અને તેથી જ પિતાના કુટુંબના નિભાવ માટે વચ્ચે ઈશ્વરને ગોઠવે, એટલે જવાબદારી બધી તેના શિરે નાખે. સારાં-નરસાં કરવાનું કામ ભગવાનને માથે. આપણુંમાં પણ તેવા સંસ્કારો છે. જેમ “ભગવાન કરશે.” કાળિયાની જોડે ધૂળિયે રહે તે સાન ન લે પણ વાન તે લે. એટલે તમે મિથ્યાતી ભલે ન થયા પણ વાન તે તેની લીધી. જેઓ નિરંજન નિરાકાર છે, જેણે જગતને પિતાના કર્મોથી ઉદ્ધાર કરવાના રસ્તામાં જ જોડયું છે, તેને માટે જવાબદારી સુખ–દુઃખની નંખાય જ કેમ? કાગળ લખવામાં પણ જુઓને– પરણાવવામાં પંડ, જણવામાં જોરુ અને ભૂંડામાં
ભગવાન જેમ કોઇની કળોતરી લખે ત્યારે લખે કે મરી ગયા, પાછળ