SearchBrowseAboutContactDonate
Page Preview
Page 276
Loading...
Download File
Download File
Page Text
________________ પચાસમું ] અધ્યયન ૪ઃ સમ્યફ વ ૨૫૫ નહિ, માટે સંદેશાની સિદ્ધિ માટે અજીવ પદાર્થ માનવો રહ્યો. જીવ, અજીવને ત માનવાથી ભગવાનને બોલવા લાયકપણું થયું. આ જે હક્કને વિષય કહ્યો છે અને સાંભળનારા છો પણ છે એ બે વાત બની. - અનિષ્ટનિવારણ અને ઇષ્ટપ્રાપ્તિ માટે કાયદા જગતમાં પ્રવૃત્તિમાત્ર ઈષ્ટની સાધક છે. નિવૃત્તિમાત્ર અનિષ્ટને સાધનારી છે, કોઈપણ મનુષ્ય કાર્યની નિવૃત્તિ ત્યારે જ કે જ્યાં આપત્તિને સંભવ હોય. તેવી જ રીતે પ્રવૃત્તિ પણ જે ઈષ્ટને આપનારી હોય તે જ કરે. અહીં સંદેશા પ્રમાણે ચાલનારને શું ફળ કે નુકસાન થાય તે જણાવે. જેમ શાહુકારી અને ચોરી બંનેમાં ફળ કે નુકસાન ન હોય તે કોઈ ફેર ન રહે અને પ્રવૃત્તિ પણ ન કરે. જગતમાં પ્રવૃત્તિ ઈષ્ટની સિદ્ધિ દેખીને જ કરાય અને તેથી જગતમાં કહેવાય કે જે કાયદાની પાછળ તેના ભંગની શિક્ષા ન હોય તે તે કાયદો કાગળનું ચીંથરું જ ગણાય. અથવા કંઈપણ રાજ્યના હિતનું કરવાનું હોય તેમાં ફાયદો ન જણાવાયું હોય તે તે હુકમને કંઈ અર્થ જ નથી. જે કાયદો પાળવાથી અનિષ્ટનિવારણ, ઈષ્ટપ્રાપ્તિ ન હોય તે કાયદાને કંઈ અર્થ જ નથી. બે તો કહેવાથી કામ ન સરત? ચૌદ રાજલોકના છ અનંતાનંત છે, તેમાંથી કોઈને પણ મારવા આદિને કોઈને ય હક નથી. જે હુકમનું ખંડનાદિ કરવામાં નુકસાન ન હોય અને પાલનમાં ફાયદો ન હોય તે હુકમની કિંમત જ નથી. જે હુકમના અંગે પાલનમાં જબરજસ્ત ફાયદો હોય અને ભંગમાં ગેરફાયદો હોય તેની જ કિંમત છે. આ જિનેશ્વર મહારાજનો ઢઢેરે છે તેમાં પ્રવૃત્તિ કરવાથી ફાયદો ન હોય અને તેનાથી વિરુદ્ધ વર્તનારને નુકસાન ન હોય તે પછી તે ઢંઢેરો હવામાં જ ઊડી જાય. આશ્રવ, સંવર માનો ! આ ઢંઢેરામાં એ બે તત્તે માન્યા સિવાય એક ડગલું પણ આગળ ચાલી શકાય તેમ નથી. અહીં કોઈ કહે કે
SR No.023157
Book TitleDhandhero Athva Gurumantra
Original Sutra AuthorN/A
AuthorSagranandsuri
PublisherRatanchand Shankarlal Shah
Publication Year1951
Total Pages394
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy