________________
૨૫૪
શ્રી આચારાંગસૂત્ર
[ વ્યાખ્યાન
પદાર્થને માને તે સંદેશા ઉપર છીણું જ ફરી વળે. જીવને માનવો કેવો? અનંત જ્ઞાનદર્શનાદિવાળો, અમૂર્ત કે જે બેલે નહિ, મારે નહિ, એને મરાય નહિ, એ સાંભળે નહિ. ઇતરે કહે છે કે આ છવને હથિયારો છેતાં નથી, અગ્નિ બાળ નથી, એને ભેદી શકાય નહિ, એમાં વિકાર થાય નહિ. આવી રીતે જીવના સ્વરૂપમાં તમારા હકની વાત જ ઊડી ગઈ એટલે કોઈથી કોઈને તાબેદારી, પીડા કવા પણું વિગેરે થતું જ નથી. અહીં આવપદાર્થ સંદેશાને તેડનાર બને. કારણ કે પિતે અરૂપી ઈ ભારે નહિ અને મરે નહિ. ઇતર કહે છે કે હું એને મારું છું અથવા મરું છું એમ જે કહે તે મૂર્ખ છે. એ બે ભરતા જ નથી. કારણ કે જીવ એવી ચીજ છે કે કોઈ દિન હણતી નથી અને હણાતી પણ નથી. અહીં સંદેશાની - સિદ્ધિ માટે જીવપદાર્થનું નિરૂપણ તે તે સંદેશાને જડમૂળથી ઉખેડી નાંખે છે. કારણ કે જીવ અરૂપી છે. ભેદાય છેદાય નહિ, પછી કહેવાનું રહે જ કેમ કે, “ કોઈને મારશે નહિ ! ”
આકાશના ચૂરેચૂરા થવાનું કહેનાર હાંસીને પા’
કોઈ કહે કે આકાશના ચૂરેચૂરા થવાના છે અને તેથી સાવચેત રહે. એમ કહેનાર વક્તાને લોકો હાંસીપાત્ર ગણે. તેમ અહીં જે જીવ : કેઈને મારતો નથી કે પિતે મરતા નથી તેવાને અંગે મારણ, તાડન, તર્જનાદિ કહે તે બને કેમ ? અહીં બીજાને પીડા કરે કે બીજે પીડા પામે તે સર્વ વાતે અજીવ પદાર્થને અંગે છે. દારિકાદિ શરીર જે અવરૂપે છે તે જીવને લાગેલા છે તેથી આજ્ઞા, પીડા, બળાત્કાર, મારણ, તાડન આદિ થાય જ છે. આ સર્વ અવ ઉપર છે. જીવ એકલો હોત તો આ સંદેશાની જરૂર નહોતી, પણ અજીવ પદાર્થ માને છે, જગતમાં સિદ્ધ છે અને આત્માને વળગેલા છે તેથી તાડન, તર્જનાદિ માનવાં પડે છે.
અજીવ પદાર્થ કહેવાની જરૂર શી ? ' કહે કે અજીવ પદાર્થ ન મનાય તે સંદેશાની સિદ્ધિ થાય