SearchBrowseAboutContactDonate
Page Preview
Page 110
Loading...
Download File
Download File
Page Text
________________ ઓગણત્રીસમું] અધ્યયન ૪ઃ સમ્યકત્વ ૮૯ જગતના જે અંગે ત્રણ બેડી હવે જેને સિદ્ધાંત એક વસ્તુ ઉપર રહેલ છે. એમાં કલ્પનાને સ્થાન નથી. જે વચન કહેવું તે પ્રથમના પુરુષની પ્રમાણિતાને આધીન. ઈતરમાં પૂર્વ પૂર્વના આધારે વાતને સત્ય માને, પણ અહીં નિર્યું. ક્લિકાર શ્રુતકેવલી ભગવાન ભદ્રબાહુ સ્વામી મહારાજ વીરસેન અને સૂરસેનની વાત ધ્યાનમાં રાખીને કહે છે કે વીરસેને પોતાનું શૂરાતન અજમાવવા માટે ક્રિયા કરવામાં કંઈ કમીના રાખી ન હતી અને તેથી જ રાજાએ યુદ્ધ માટે આદેશ આપેલ હતો. અહીં વીરસેના યુદ્ધમાં જનાર હતું, પણ પ્રથમ ઘર તપાસવું જોઈએ. જીવનના ભોગે જ યુદ્ધમાં જવાનું શોભે. યુદ્ધમાં જઈને જે પિતાના કુટુંબકબીલા તરફ દૃષ્ટિ રાખે તેઓ યુદ્ધમાં જય ન જ મેળવે, તેથી કહે છે કે-જગતના જીવોને ત્રણ બેડી છે. –કુટુંબ તે પગની બેડી. તેમજ ૨–ધન અને ૩-ઈદ્રિના વિષયે પણ જગતના મનુષ્યોને પગની બેડીરૂપ છે. ધાર્યું કરવામાં આ ત્રણ વસ્તુ નડે. એટલે આ ત્રણ વસ્તુ સિવાય બીજું કંઈ નડનાર નથી. હવે અહીં વીરસેન જ્યારે યુદ્ધમાં જોડાયા ત્યારે તેણે ત્રણે વસ્તુઓ છેડી છે. ત્રણેમાંની એકે ઉપર લગની નથી. કુટુંબ, ધન અને સુખ એ ત્રણ ઉપરથી જેઓ મમતા છેડે, મન ઉઠાવે તેઓ જ યુદ્ધમાં જઈ શકે, માટે વીરસેને અહીં ત્રણે વસ્તુને તિલાંજલિ આપી છે. આવી રીતે પિતે ઉદ્યમી છે, બેડીને જલાંજલિ આપી છે, એમ છતાં એ પાછો કયાં ફરે છે ? આત્માની પ્રગતિમાં મનના જેરની જરૂર જેઓને જીવનની મમતા હોય છે તેઓ યુદ્ધમાં નાશભાગ કરે છે. અથવા જીવ વહાલ હોય કે થાય તે વખતે લડવાની ક્રિયા, કુટુંબકબીલાદિ અને સુખ પાછું યાદ આવે છે તે અહીં નથી. દુઃખને સામી છાતીએ જ ઊભું રાખે છે. તેનાથી લાગતું નથી, પણ સુખની સામે પડે છે. આવી દુષ્કર સ્થિતિ છતાં પોતે શત્રુના સૈન્યને છતી શકે નહિ. કારણ કે તે બિચારો હતો આંધળો. અહીં ક્રિયા કરનાર,
SR No.023157
Book TitleDhandhero Athva Gurumantra
Original Sutra AuthorN/A
AuthorSagranandsuri
PublisherRatanchand Shankarlal Shah
Publication Year1951
Total Pages394
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy