________________ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર 4 633 પ-દાન, લાભ, ભેગ, ઉપગ અને વીર્યરૂપે અન્તરાય કર્મના મૂળીયા બાળી નાખ્યા છે. ૨-સાતા, અસાતારૂપે વેદનીય કર્મ સાથે અપુનવર્તનીય રીતે છુટાછેડા લીધા છે. ૨-દર્શન અને ચારિત્રરૂપે મેહનીય કર્મના ગુંડાને મૂળમાંથી ઉખેડી દીધેલ છે. ૨–ઉચ્ચ, નીચ નેત્રકર્મને મારી મારીને કૂટા કાઢી નાખ્યા છે. ૨-શુભ, અશુભ નામકર્મના બીજેને સંપૂર્ણ બળીને ખાખ કર્યા છે. પ+૯+૪+૫+૨+૨+૨+૨=૩૧ સિદ્ધાત્માઓના ગુણે છે. બીજી રીતે પણ 31 ગુણે આ પ્રમાણે જાણવા. 5 સંસ્થાન (સ્ત્ર, ચતુર, વૃત્ત, મંડળ, આયર)ને અંત. 5 વર્ણ, 2 ગંધ, પ રસ, 8 સ્પર્શ, 3 વેદને અંત. 1 અકાય, 1 અસંગ, 1 અરૂહ. સિદ્ધશિલા પ્રાપ્ત કરતાં પહેલાં જ આ ગુણો પ્રગટ થઈ જાય છે, જે આત્યંતિક છે. પહેલા પ્રકારના ગુણેને સંબંધ કર્મક્ષય સાથે છે, બીજાઓને શરીરક્ષય સાથે સંબંધ છે. કેમ કે “સિદ્ધાણં નલ્થિ દેહો” આ ઉક્તિના અનુસારે શરીર અને તેની સાથે સંબંધિત વર્ણ–ગંધ-રસ અને સ્પર્શને પણ અંત થાય છે.