________________ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર 619 અને જીવન સમાધિમાંથી બહાર નીકળીને અસમાધિ તરફ પ્રત્યાવર્તન કરે તેવા સ્થાને છેડી દેવા અથવા છોડવા માટેના પ્રયત્નો કરવા. તે સ્થાને આ પ્રમાણે જાણવા : (1) દૂત ચારિત્વ–સંયમ જીવન પ્રત્યે બેદરકાર થઈને અથવા સમિતિને ખ્યાલ રાખ્યા વિના ઉતાવળે ઉતાવળે અથવા દેડકાની જેમ કુદકા મારી મારીને ચાલવું તે અસંયમ છે. (2) અપ્રમાર્જિત ચારિત્વ-રજોહરણ કે ડડાસનથી જમીન પુંજ્યા વિના ચાલવું, ફરવું, બેસવું, ઉઠવું વિગેરે અસંયમ છે. (3) દુષ્પમાર્જિત ચારિત્વ-અવિધિએ જમીનને પુજવી, અથવા જમીન પર ડંડાસનની દશીઓ ફરવી જોઈએ. તેના બદલે જમીનથી બે વેંત ઉપર ફરી રહ્યું છે જે અસંયમ છે. (4) અતિરિક્ત શાસનિકત્વ-આચરંગાદિ સૂની મર્યાદાથી બહાર જઈ સંથારિયા-આસન આદિને પરિગ્રહ વધાર. (5) આચાર્ય પરિભાષિ––ચારિત્રમાં દીર્ઘ પર્યાયના માલિક આચાર્ય ભગવંતની સામે અવિનય અને અવિવેકપૂર્વક યદ્રા તદ્ધા બેલવું. (6) સ્થવિરપાતિત્વ–આચાર્યાદિના દોષે તથા તેમના શિયળ માટે હું અને કલિપત દેષારોપણ કરવું. (7) ભૂતપઘાતિત્વ-એકેન્દ્રિયાદિ નું હનન કરવું.