________________ 612 * શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર અર્થવાળું પંચેન્દ્રિય સૂત્ર જોઈ લેવું. (10) दसप्पकारे य समणधम्मे. નવ તત્વ પ્રકરણની ગાથાથી દસ પ્રકારને શ્રમણધર્મ જાણી લે. खती मदववज्जवमुत्ती तव सजमे अ बोद्धव्वे / सच्च सोय अकिंचण च ब भेच जइ धम्मे / / (11) एक्कारस य उवासगाण (इगार सहि उवासग पडिमाहिं) (12) बारस य भिक्खुपडिमा (बारसहिं भिक्खु पडिमाहि) શ્રાવકધર્મની ઉત્કૃષ્ટતમ આરાધના માટે અગ્યાર પ્રતિમાઓ છે. તેમ શ્રમણુધર્મની આરાધના માટે બાર પ્રતિમાઓ છે. જેમાં જુદા જુદા અભિગ્રહ ધારણ કરવાના હોય છે. પ્રતિમાને અર્થ ટીકાકારે કાન્સ કર્યો છે. કાયા પરની મેહુ મૂરછ ઉતારીને આત્મામાં સ્વસ્થ રહેવું તે પ્રતિમા છે. (13) किरिय ठाणाय (तेरसहि किरियाठाणेहिं) મન-વચન-કાયાથી ક્રોધ-માન-માયા અને લેભ વશ બનીને કરાતી, કરાવાતી અને અનુમોદાતી ક્રિયાઓની સંખ્યા ૧૩ની છે જે ક્રમશઃ નીચે પ્રમાણે છે. (1) અર્થદંડ ક્રિયા-પિતાના શરીરને માટે, સ્વજનને માટે તથા સ્વજાતિને માટે અથવા બીજાઓના કહેવાથી, ત્રસ કે સ્થાવર જીવોને હણવા, મારવા, કૂટવા, ચપુ કે કુહાડાથી