________________ 594 * શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર તેને સ્વીકાર ગમે તે કારણે જ્યારે કરાઈ ગયે છે, તે પછી તેના સ્વીકાર સમયે જે ભાવના કે પુરૂષાર્થ પ્રગટ થયે હતું તેને ટકાવી રાખવામાં કે વૃદ્ધિ કરવામાં જ આત્માનું કલ્યાણ છે. તે માટે વ્રતની વિરૂદ્ધના પાપેને છેડવા માટેની ટ્રેઈનિંગ લેવાની કે વધારવાની આવશ્યકતાને કોઈ કાળે પણ નકારી શકાય તેમ નથી. હવે આપણે સૂત્રાનુસારે બ્રહ્મચર્યવ્રતની પાંચ ભાવનાએને જાણી લઈએ. (1) સ્ત્રી સંસક્તાશ્રય વર્જન અનાદિકાળથી સત્તાસ્થાને રહેલા મૈથુન, દુરાચાર અને કુકમદિના પાપ સંસ્કારેને ત્યાગ કરી શુદ્ધ બ્રહ્મચર્યવ્રત પાળવા માટેની આ પહેલી ભાવના છે. યથાપિ જે મકાનમાં, બગીચામાં, ઉપાશ્રયમાં, સ્ત્રી, પશુ, પક્ષી કે નપુસકે રહેતા હોય, કે અવર જવર કરતા હોય, તે સ્થાનેને પ્રયત્નપૂર્વક શિયળવ્રતધારીઓએ છોડી દેવા જોઈએ, કેમ કે સ્ત્રીનું શરીર તથા બલવાની, હસવાની, બેસવાની કે વાત કરવાની ઢબ જ તેવા પ્રકારની હોય છે જેનાથી સાધુ પુરૂષને મેહ ઉત્પન્ન થવાને પ્રસંગ આવે છે. પશુ, પક્ષીઓ સ્વભાવતઃ અવિવેકપૂર્ણ હોય છે અને નપુંસકવેદ તથા નપુંસકલિંગના માલિકોના મેરમ મોહકર્મથી ઘેરાયેલા હોવાથી તેને સંસર્ગ ગમે તેવાને પણ મેહભાવનાને ઉત્પન્ન કરાવનાર હોય છે. માટે પથારી, બેસવાનું આસન, મકાન, બારણું, આંગણું,