________________ પપ૦ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર * (2) ક્રોધ નિગ્રહ:-સત્યવાદી બનવા માટે આ બીજી ભાવને છે. સંયમધારીઓએ ક્રોધનું સેવન ક્યારે પણ ન કરવું. કેમ કે તેને રૌદ્ર સ્વરૂપ બનતા વાર લાગતી નથી. પરિણામે તે જે કંઈ બેલશે, તે બીજાના દેને, મને પ્રગટ કરવાવાળી ભાષા બેલશે, કઠોર અને કર્કશ બોલશે, વૈર વર્ધક, કલહકારી, લડાઈ ઝઘડા કરાવનારી અને સત્યતાને અપલાપ કરનારી ભાષા બેલશે. કોધાન્ય માનવ બીજાને દ્વેષ, અનાદર, તિરસ્કાર કરશે. આ કારણે જ કોધ અને સંયમને હાડવેર છે. - (3) લેભ નિગ્રહ -સત્ય ભાષીને લેભને નિગ્રહ કર સર્વથા અનિવાર્ય છે, અન્યથા પુત્ર, સ્ત્રી, ધન, યશ, પ્રતિષ્ઠા, શિષ્ય, વિષયવાસના, સત્તા, વેષભૂષા આદિના લેભમાં ફસાયેલા સાધકને જૂઠું બોલવાનું ભાગ્યમાં રહેશે જે અનાદિ કાળના અજ્ઞાનજન્ય કુસંસ્કારનું ફળ છે. સૂત્રકાર ફરમાવે છે કેખેતર, મકાન, હવેલી, ફલેટ આદિના માટે, કીર્તિ અને યશ માટે, જુદા જુદા લાભ મેળવવા માટે, ત્રાદ્ધિ, સમૃદ્ધિ, સુખ સાહેબી તથા મનગમતા ભેજના પાણી માટે, પાટ, પાટલા, ટેબલ, ડેસ્ક, સારા સંથારિયા, શય્યા, રજોહરણ, આસન, મુલાયમ વસ્ત્રો, પાત્રા, તરપર્ણ, કામળી, પેન, ચરમા, ઘડિયાળ આદિ માટે અત્યન્ત આસક્ત બનેલા સાધકને જૂઠ બોલ્યા વિના શી રીતે ચાલશે? તેવી રીતે પિતાના પિતાના પક્ષના સાધુઓ કે સાધ્વીઓ, ભક્તો કે ભક્તાણીઓ પ્રત્યે અંધશ્રદ્ધાળુ બનેલે સાધક જૂઠ બેલશે. આ બધી વાતને ખ્યાલ રાખ્યા