________________ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર જ પ૨૯ (23) ઉક્ષિપક ચરક, નિક્ષિપ્ત ચરક, અન્ત ચરક, પ્રાન્ત ચરક, રૂક્ષ થરક, સમુદાન ચરક, અન્નગ્લાયક, મૌન ચરક, સંસ્કૃષ્ટ કદિપક, તજજાત સંસૃષ્ટ કપિક, ઉપનિહિતક, શુદ્ધષણિક, સંપ્યાદતિક, અદૃષ્ટ લાભિક, અદષ્ટિ લાભિક, પૃષ્ટ લાભિક, આચામ્બિક, પરિમઢ, એકાશનિક, નિવૃતિક, ભિન્નપિંડ પાતિક, પરિમિતપિંડ પાતિક, અન્નાહારી, પ્રાન્તાહારી, અરસાહારી, વિરસાહારી, રૂક્ષાહારી, તુચ્છ હારી, પ્રાન્તજીવી, રૂક્ષજીવી, ઉપશાન્તજીવી, વિવિક્તજીવી, અક્ષર મધુ સપિક, અમઘ માંસાશિક, સ્થાનાતિગ, પ્રતિમા સ્થાયી, સ્થાનકુટુક, વીરાસનિક, નૈષધિક, દંડાયતિક, લગડ શાયી, એક પાશ્વક, અપ્રાવૃત, અનિષ્ટવક, અકડ઼યક, ધૃત કેશર્મિયુલેમનખા, સર્વગાત્ર પ્રતિકર્મ વિમુક્ત ઇત્યાદિ ગોચરી પાણીના જુદા જુદા અભિગ્રહોને ધારણ કરનારા તથા જુદા જુદા આસનથી આત્મસંયમિત મુનિરાજે પણ પિતાના આત્મિક જીવનની પૂર્ણતા પ્રાપ્ત કરવા માટે અહિંસાધર્મની જ આરાધના કરતા હોય છે. પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, વનસ્પતિ અને વિકળેન્દ્રિયાદિ જીવનું ક્યાંય હનન, મારણ, તાડન, પીડન ન થાય તેવી રીતે મુનિએ ભિક્ષા લેવી, જેથી લેવાવાળા મુનિને, દેવાવાળા દાતારને તથા બંનેને દોષ લાગવા પામે નહીં. ખરીદેલું, મંગાવેલું, સામેથી લાવેલું, દૂષિત, અર્ધદૂષિત અને વિકૃત આહારને ગ્રહણ ન કરે, તથા ગૃહસ્થને જ્યોતિષ, મંત્ર, સામુદ્રિક આદિથી આકૃષ્ટ કરી ભજનનું ગ્રહણ ન કરવું. સારાંશ કે જે કારણે મુનિને અષ્ટ પ્રવચનમાતા, નવ બ્રહ્મગુપ્તિ કે