________________ 12 4 શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર - જે શાસ્ત્રવડે જીવ-અજીવ-પાપ-પુણ્ય-આશ્રવ–સંવરબંધ-નિર્જરા અને મોક્ષ તનું તથા તેમાં કેટલા હેય છે અને કેટલા ઉપાદેય છે તેનું સમજ્ઞાન થાય તે આગમ કહેવાય છે. તે ત્રણ પ્રકારે છે. આત્માગમ, અનરાગમ અને પરંપરાગમ. તીર્થંકર પરમાત્મા અર્થની દેશના આપે છે તેથી તેમના માટે આત્માગમ છે. કેમ કે–પિતાના કેવળજ્ઞાન અને કેવળદર્શન વડે સંસારમાં અનાદિકાળથી વિદ્યમાન અનન્ત દ્રવ્યને, અનન્ત પર્યાને, અનન્ત જીવોને, તેમનાં કર્મોને, ગતિ–આગતિ આદિને પ્રત્યક્ષ કરનારા હોવાથી તેમને આત્માગમના ભેદમાં ગણ્યા છે. જ્યારે ગણધર ભગવતે છદ્મસ્થ હેવાથી તીર્થકરની વાણીને સમ્યફ પ્રકારે સાંભળે છે તેથી તેઓ અનન્તરાગમ છે અને જખ્ખસ્વામી આદિ શિષ્ય પરમ્પરાગમવાળા કહેવાય છે, કેમ કે તેઓ તીર્થકરોને સાક્ષાત્ સાંભળી શકતા નથી. આમ કહેવાથી ગુરુપર્વક્રમ સૂચિત થાય છે. કેમ કે તીર્થકરેના વૈરાગ્ય-તપ અને પરહિત ભાવનામાં ક્યાંય કચાશ નથી તેવી રીતે ગણધરને વૈરાગ્ય પણ ઉત્કૃષ્ટ હોય છે અને જ—સ્વામીના વૈરાગ્ય માટે તે શંકાનું સ્થાન નથી. આમ કહેવાથી પ્રસ્તુત આગમ આપ્તપ્રણીત હોવાથી સૌ કેઈને માટે ગ્રાહ્ય બનવા પામે છે. પ્રથમ શ્રતસ્કંધમાં કેટલા વિષયે છે ? અને તે ક્યા ક્યા?