________________ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર + 489 છેવટે અથત મૃત્યુ પછીના સમયે તે શરીર તેની માયા, તેના કુટુમ્બીઓ, સંગ્રહ કરેલી ધન રાશિ આદિમાંથી આત્માના એ કેય સહાયક બનવાના નથી. માટે જે લક્ષ્મી, કાયા, સગાઓ મારા છે જ નહિ તે પછી અનાદિકાળના ભની જેમ આ ઘેર મનુષ્યભવ બગાડવાથી મારો આત્મા સદંતર ખેટમાં જ રહેવા પામશે. માટે અહિંસાધર્મની નિરતિચાર સેવના કરી મારી આત્મિકલક્ષમીને તે રીતે સદ્ધર બનાવું, જેથી 2-4 ભવોમાં કેવળજ્ઞાનની પ્રાપ્તિ કરી “નમે સિદ્ધાણં' પદને જેતા બનું. અહિંસાને પર્યાય રિદ્ધિ શબ્દ મૂકીને સૌ કોઈને જાગૃતિ આપતાં જૈન સૂત્રકાર કહે છે કે-હે આત્મન્ ! બાહ્ય વ્યવહાર કરતાં પણ આત્મિક વ્યવહાર લાખ વાર શ્રેષ્ઠ છે. કરોડાધિપતિ શ્રીમંત કે સત્તાધારી કરતાં પણ આજને દીક્ષિત મુનિ શ્રેષ્ઠ છે. રૂડા રૂપાળા દુરાચારી માણસ કરતાં કાળા રંગના બેડેન મુનિ હજારવાર ઉંચા છે. હીરાના આભૂષણે પહેરનારી શ્રીમંત સ્ત્રી કરતાં શિયળવતી સાધ્વી કડેવાર શ્રેષ્ઠ છે. છેવટે આચાર્ય ભગવંતે કહ્યું કે “બાહ્ય લક્ષમી યદિ પુણ્યાધીન હોય તેવી તને શ્રદ્ધા છે તે તેને પ્રાપ્ત કરવા માટે બેટા તેલ, માપ, વ્યાજવટા અને હિસાબના ગેટાળા, ઘાલમેલ તેમજ પ્રપંચ કરીને પૂર્વના પૂણ્યને બગાડી નાખવાથી કયો ફાયદો? પુણ્ય વેચીને પાપ ખરીદવાને ક્યો અર્થ ? . (21) વૃદ્ધિ -અહિંસાધર્મની આરાધના મન-વચન અને કાયાથી હોય તે તીર્થકર આદિ પદની પ્રાપ્તિ પણ દુર્લભ નથી, . .