________________ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર 4 461 સમાપ્તિ વચન સમ્યગદર્શન, જ્ઞાન અને ચારિત્રના અઠંગ અભ્યાસી, પાલક અને પ્રચારક, મહા હિંસક દેશમાં લાખ કરોડ મૂક પ્રાણીઓને અભયદાન દેનારા, દુરાચારપૂર્ણ ખાનદાનને સત્ય અને સદાચાર ધર્મની લ્હાણી કરનારા તથા ભેગલાલસુઓને તપોધર્મની સમજુતિ દેનારા, જગદ્વિખ્યાત, શાસ્ત્રવિશારદ, જૈનાચાર્ય, સ્વ. 1008 શ્રી વિજયધર્મસૂરીશ્વરજી (કાશીવાળા) મ. સા.ના અનેકાનેક શિખ્યામાં, ચમકતા શુક્રના તારા જેવા, શાસનદીપક, વકતૃત્વ શક્તિ ધારક, સાતિશય પ્રભાવશાળી, સ્વ. મુનિરાજ શ્રી વિદ્યાવિજયજી મહારાજના શિષ્ય, ન્યાયવ્યાકરણ, કાવ્યતીર્થ, દ્વહનપૂર્વક પંન્યાસપદ ધારક, ચાર ભાગમાં ભગવતીસૂત્ર સાર સંગ્રહના લેખક, નાના મોટા બીજા પુસ્તકના રચયિતા, ગણિવર્ય શ્રી પૂર્ણાનંદવિજયજીએ (કુમાર શ્રમણે) પોતાના મતિજ્ઞાનના વિકાસ માટે તથા ભવ પરંપરાના વળગેલા આશ્રવમાર્ગોના સંસ્કારને નાબૂદ કરવા અર્થે દ્વાદશાંગીમાં સર્વ પ્રથમ ઉપાદેય, દસમા અંગ તરીકે પ્રખ્યાત શ્રી પ્રશ્નવ્યાકરણ (ાવાર) ને પિતાની યથામતિએ વિચિત કર્યું છે. " शुभ भुयात् सर्वेषां जीवानाम्, जोवाः सर्वे आश्रवरहिता भवन्तु "