________________ 422 * શ્રી પ્રવ્યાકરણ સૂત્ર બાહો પરિગ્રહી હોય, તે પણ આત્યંતર નથી લેતાં. જેમ કે વ્રતધારી ભાગ્યશાળીએ. બાહ્ય પરિગ્રહી નથી પણ આવ્યન્તર પરિગ્રહી હોય છે, જેમ કે પુણ્ય વિનાના ભીખ મંગા અથવા પશુ-પક્ષીઓ. બંને પ્રકારે નથી, જેમ કે સિદ્ધાત્મા. લેભ અને પરિગ્રહ સંજ્ઞાથી ગ્રસિત થયેલાએ “આ મારૂ–આ મારૂં” આમ પ્રત્યેક પદાર્થ પર મમત્વ (મારાપણું)ને ધારણ કરતાં ચારે નિકાયના દેવેને પરિગ્રહ પ્રત્યે રૂચિ હોવાથી વિવિધ પ્રકારે તેને વધારવાની બુદ્ધિવાળા હોવાથી જુદા જુદા પ્રકારે તેની વૃદ્ધિ કરતાં રહે છે. ક્યા ક્યા દેવે પરિગ્રહના મમત્વવાળા હોય છે? અસુર, નાગ, સુપર્ણ, વિદ્યુત, અગ્નિ, દ્વીપ, ઉદધિ, દિક, વાયુ, અને તનિતકુમાર નામે ભવનપતિના દસ ભેદના દેવો. આઠ પ્રકારના વ્યંતર દેવે, વાણવ્યંતર દેવે, તિર્થ ભક દેવે જે વ્યંતર દેવના ભેદ છે. ચંદ્ર, સૂર્ય, ગ્રહ, નક્ષત્ર અને તારા, પાંચ પ્રકારના જ્યોતિષ દેવે. તેમાં ગુરૂ, ચંદ્ર, સૂર્ય, શુક્ર, શનિ, રાહુ, ધુમકેતુ, બુધ અને મંગળ દેવે ગ્રહ જાતિના છે. તે સિવાય નેચુન, હર્ષલ અને કેતુ વગેરે રહે સારી રીતે તપાવેલા સુવર્ણની જેમ ચમકદાર અને જન્મ લેનારને શુભ અથવા અશુભ ફળને સૂચવનાર છે. તથા પોતપોતાના સમય પ્રમાણે