________________ 414 * શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર સાથેને હદ વિનાને થયેલે પરિચય છેવટે તે દુઃખનું કારણ જ બને છે. “ઓળખાણ તે રત્નની ખાણ છે” આ વચન પરિગ્રહધારીઓનું હોવાથી ત્યાજ્ય છે. કારણ કે પરિગ્રહગ્રસ્ત માનવને બીજાઓ સાથે વધી ગયેલે પરિચય જ આંખમાંથી પાણી કઢાવનાર બને છે. પરિગ્રહ સાર્થક અને નિરર્થકરૂપે બે પ્રકારનું છે. તેમાંથી નિરર્થક પરિગ્રહ સર્વથા બેમર્યાદ હોવાથી તેના માલિકને બેરહેમ, બેકાબુ, બેદરકાર, બેઈમાન, બેકદર ઉપરાંત આત્માની શક્તિઓના માટે બેપરવાહ બનાવીને તેના જીવનને, યશને, ભણતર-ગણતરને, ચતુરાઈ–ચાલાકીને, ધાર્મિક અભ્યાસને તથા ખાનદાનીના ધર્મોને પણ અલવિદા અપાવનાર બનવા પામે છે. જ્યારે સાર્થક પરિગ્રહ અનિવાર્ય હોવાથી આત્મા યદિ જાગૃત બને એટલે કે રાગ-દ્વેષના ગાઢ અંધકારમાં કે સંસારના ખોટા વ્યવહારમાં ફસાયા વિના તેટલે જ વ્યવસાય કરશે જેનાથી વર્ષભરને ખર્ચ સુખપૂર્વક નીકળી શકે. તેમાંથી પણ પિતાના માટે ભેજન–શાકભાજી, વસ્ત્રો તેમજ કામચલાઉ આભૂષણોની મર્યાદા બાંધશે. જેથી ઘણું છે સાથે પરિચય બાંધવાને અવસર આવશે નહિ. કદાચ આવશે તે તેમાં સ્વાર્થવૃત્તિને પ્રવેશ કરવા દેશે નહિ. કદાચ તેને પ્રવેશ થવા પામશે તે પણ તેમાં નિર્વસ પરિણામ, કુબુદ્ધિ, અવિવેક આદિના પ્રવેશને પિતાની વ્રતમર્યાદા દ્વારા રોકી લેશે, જ્યારે નિરર્થક પરિગ્રહીને માટે ભાવવૃતેની મર્યાદા હેતી નથી. (23) અગુપ્તિ -અનાદિ કાળથી અનન્ત ભામાં મેહ-માયાને કારણે આ જીવાત્માએ, ધર્મોના અનુષ્ઠાને,