________________ 372 4 શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર ક્યાંય સંતોષ ન હોવાથી ચક્રવર્તીએ-તેમની રાણીએ છેવટે ધનિકે અને તેમની શેઠાણીઓનું જીવન ન મળ્યાનું દુઃખ, ઓછું મળ્યાનું દુઃખ, વધારે પુત્ર હોય તે પણ દુઃખ, પુત્રીએ વધારે હોય તે પણ દુઃખ, આ પ્રમાણે તેઓ સુખને શ્વાસ મેળવી શકતા નથી. જ્યારે યુગલિયાએ બધીય પીડાએથી મુક્ત છે. કેમકે તેઓ સદૈવ પ્રકૃતિની ગોદમાં વસેલા છે. માટે શરીરની મજબુતાઈ, સુંદરતા અને પવિત્રતા તેમને પ્રાપ્ત થયેલી છે. બનાવટી પફ-પાઉડર, લિપસ્ટિક, ફેશન તેમજ ઢગલાબંધ વસ્ત્રોના ભરાવાની આવશ્યકતા નથી. મકાનબંગલા, ફનીચર, મેટા મોટા કાચ, સોફા આદિની તેમને મુલ જરૂર નથી. ખાવાપીવા માટેની જુદી જુદી વાનગીઓ માટે તેમને તેફાન કરવાના નથી, મસ્તી કરવાની નથી, તેમ વેડમી, ઓસામણ, અડદ, મગ કે તુવેરની દાળ, દહીવડા, બટાકાવડા, ભેળપુરી કે પાતળા પાતળા ફૂલકા, સેવ, પાતળી સેવ, બીકાનેરી સેવ, ભાવનગરની બદામ પુરી, સુરતની ઘારી, ખંભાતની સુતરફીણી આદિની ત્યાં મુદલ જરૂર નથી. નાની મેટી ગોદરેજની તીજોરી-કબાટ, વગેરેની આવશ્યકતા એટલા માટે નથી કે ત્યાં પરિગ્રહ નામને ભૂત બુદ્ધદેવના શૂન્યવાદ જે છે. આ કારણેને લઈ ત્યાં કઈને કઈની સાથે સંબંધ નથી, વૈર-વિરોધ નથી. દંત કલેશને તેફાને પણ નથી. માટે સર્વથા સ્વતંત્ર, નિન અને પૌગલિક વસ્તુઓને સંગ્રહની આશા વિનાના છે. એક જ યુગલ સંતાનની પ્રાપ્તિ થવાનાં કારણે તેમના શરીરમાં ક્યાંય ફીકાશ, બીમારી, કમરને