________________ 362 4 શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર હાથ પગની રેખાઓ તથા તેલ અને મસા આદિ શુભ ચિહ્નોથી યુક્ત હતાં. શરીરને ભાર, ઉંચાઈ અને અવયથી દેદીપ્યમાન હતાં. સારાંશ કે સમસ્ત લક્ષણેથી શોભતાં, હૃષ્ટપુષ્ટ સુન્દરતમ શરીરવાળા હતાં. પૂર્ણિમાના ચન્દ્રની જેમ સૌમ્યકાર હતાં. પ્રિયદર્શની હતાં. અત્યાચાર કરવાવાળાઓ પ્રત્યે અસહિષ્ણુ હતાં. દુષ્ટોને દંડ તથા સજજનેને માન દેવામાં યમ જેવા અને ચન્દ્ર જેવા હતાં. બળદેવની દવામાં તાલવૃક્ષ અને વિષ્ણુની ધ્વજામાં ગરૂડની નિશાની હતી. અત્યન્ત ગર્વિષ્ઠ બનેલા મૌષ્ટિક નામના મદોન્મત્ત મલ્લને બળદેવે ચપટી વગાડતા જ મૃત્યુને શરણ બનાવી દીધાં હતાં તથા ચાણુરમલ્લને તથા રિષ્ઠ નામના બળદ જે કંસ પ્રેરિત હતાં, તેમને પણ મૃત્યુ પામે પહોંચાડી દીધા હતાં. ગામ, નગર તથા ખેતરોને બધી રીતે હાનિ પહોંચાડનાર સિંહને ત્રિપૃષ્ઠ વાસુદેવે (મહાવીરસ્વામીને જીવ) ફાડી દીધું હતું. યમુના નદીના ઉંડાણમાં રહીને પિતાના કાતીલ વિષથી સૌને માટે ભયજનક બનેલા કાળીયાનાગનું દમન વાસુદેવે કર્યું હતું. વિક્રિય લબ્ધિથી મહાવૃક્ષના રૂપને ધારણ કરેલા યમલ તથા અર્જુન નામના વિદ્યાધરોને તથા મહાશકુનિ અને પૂતના નામે રાક્ષસીઓને સમાપ્ત કરી હતી. કંસના દરબારમાં આવતાં ચારમલ્લને મેથીપાક દીધા પછી કંસ રાજાને સિંહાસનથી ખેંચીને તેના મુગટ વડે મારી નાખ્યું હતું. રોજગૃહી નગરીના રાજા જરાસંઘને મારનાર વાસુદેવ હ. દીવ્યમાન છત્રના ધારક અને ચામરોથી સદૈવ વિજાતા હતાં.