________________ 260 % શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર કંપારી છુટે તેવા, આજે કયા ગામમાં, કોને ત્યાં ધાડ પાડવી તેવા મનસુબાવાળા, ગામની બહાર પિતાની મંડળી સાથે મસલત કરનારા, ઘણાઓના માટે ખતરનાક, શરાબપાનમાં મશગૂલ બનેલા ચેરે હંમેશને માટે ભેજાફાટ જ હોય છે. સતી–સતા તથા સાધુજનોને હસનારા અને મરીને તેઓ નરકના મહેમાન બનવા પામે છે. ચેરી કર્યાનું ફળ શું છે? : - ખેતરમાં નાખેલી કેરીની ગોટલી કે બાવળનું “બીજ', સમય પાળે ફળપ્રદ બન્યા વિના રહેતા નથી, તેવી રીતે ગમે તેવા આશયથી કે કારણોથી કરેલા, કરાવેલા અને અનુમોદેલા પાપ પણ પિતાનું ફળ દીધા વિના રહેવાના નથી. જીવમાત્રના જ્યારે જ્યારે અધ્યવસાયે બદલાય છે, તે સમયે રાગ-દ્વેષ, કામવાસના, ક્રોધાદિ કષાય, પ્રમાદ અને અવિરતિના ફળ સ્વરૂપે આત્માના ચિકાસમય પ્રદેશ પર આઠ પ્રકારની કર્મ વગણ ચંચ્યા વિના રહેતી નથી. તેમાંથી કેટલીક ઉત્કૃષ્ટ રૂપે અને કેટલીક જઘન્ય કે મધ્ય રૂપે હોય છે. માટે અબાધાકાળને છેડી જ્યારે તેમને પરિપાક થાય છે, ત્યારે આત્માની માનસિક અને વ્યાવહારિક પરિસ્થિતિ પણ તેવા પ્રકારની થવા પામે છે. અને કર્મો ઉદયાવલિકામાં પ્રવેશ કરી ફળે મુખી બને છે, ત્યારે તેવાં તેવાં અનિષ્ટ ફળને ભેગવવાના ભાગ્યમાં રહે છે. માટે જ જૈન શાસન કહે છે કે કર્મોને કર્તા અને ભક્તા જૂદા જૂદા નથી પણ આત્મ પિતે જ છે. કેલસે ખાનાર એક હેાય અને કાળું હું બીજાનું થાય તેવું કેઈએ જોયું