________________ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર : 173 અસ્તિત્વને માનવાને કઈ અર્થ નથી. માટે જે પ્રત્યક્ષ નથી તે સાધ્ય બની શકે નહિ. તેમ છતાં તેનામાં સાધ્યની કલ્પના કરશે તે સાધનના અભાવમાં સાધ્યની સિદ્ધિ કરવાની શક્તિ કયાંથી લાવશે? સાધ્ય અને સાધનની વ્યાપ્તિના ગ્રહણ વિના અનુમાનથી આત્માને સિદ્ધ કરે અસંભવિત છે. નાની ઉંમરમાં ઘણીવાર જોયું છે કે, જ્યારે જ્યારે રસોડામાં (ચૂલામાં કે ભઠ્ઠીમાં) લાકડા અને અગ્નિને સંગ થાય છે, ત્યારે પહેલાં ધૂમાડે નીકળે છે અને ત્યાર પછી અગ્નિ પ્રજ્વલિત થાય છે. આથી બાળકના મનમાં એક નિર્ણય થાય છે કે “જ્યાં જ્યાં ધૂમ છે, ત્યાં ત્યાં અગ્નિ છે” આવી રીતના વાણીના પ્રયોગને વ્યાપ્તિ કહેવાય છે, અર્થાત સાધ્ય અને સાધનને અવિનાભાવ સંબંધ તે વ્યાપ્તિ છે. કેઈક સમયે સગડીમાં પણ અગ્નિ દેખાય છે પણ ધૂમાડે દેખાતું નથી. માટે તે બાળક પોતાની મેળે નિર્ણય કરી લે છે કે, જ્યાં ધૂમાડો ત્યાં અગ્નિ હોય તે માનવા લાયક છે, પણ જ્યાં અગ્નિ હોય ત્યાં ધૂમાડો હોય છે અને નથી પણ હોતે. આ નિર્ણય થયા પછી જ કઈક સમયે જંગલમાંથી પસાર થતાં કઈક સ્થળે ધૂમાડો દેખાય અને બાળક પિતાની મેળે જ બોલે છે કે–ત્યાં અગ્નિ જરૂરથી હો જોઈએ. આવી સમજુતિને અનુમાન કહેવામાં આવે છે. પણ તમારા આત્માને સિદ્ધ કરવામાં એકેય અનુમાન કામમાં આવી શકે તેમ નથી, કેમકે તેના માટે એકેય સાધન નથી. માટે વ્યાપ્તિ પણ નથી. આ કારણે પ્રત્યક્ષ અને અનુમાનથી આત્માની સિદ્ધિ થઈ શકે તેમ નથી.